બોરસદ પાલિકા ઓફિસમાં જ ફાયર સેફ્ટીના સાધનો નથી
રાજકોટમાં બનેલ ઘટના બાદ સમગ્ર રાજ્યનું તંત્ર કામે લાગ્યું છે ત્યારે આણંદ જિલ્લાના બોરસદ નગરપાલિકાનું તંત્ર પણ ચેકિંગ અને નોટિસ આપી સીલ મારવાની કાર્યવાહી આરંભી છે પરંતુ જે વિભાગ આ કાર્યવાહી કરી રહ્યો છે, તે વિભાગની કચેરીમાં જ ફાયર સેફ્ટીના એક પણ સાધનો જોવા મળ્યા ના હતા.
એટ ધિસ ટાઈમ દ્વારા અગાઉ પણ આણંદ શહેરમાં આવેલ ટાઉન હોલ માં પણ ફાયર સેફ્ટીનો અભાવ જણાયો હતો અને આજે બોરસદ નગરપાલિકામાં તપાસ કરતા ત્યાં ફાયર સેફ્ટીના એક પણ સાધનો હોવાનું જણાયું નથી
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.