બુધસભા ના ઉપક્રમે આગામી તારીખ ૨૭ એ જહાનવી સ્મૃતિ તથા શ્રી કિસ્મત કુરેશી એવોર્ડ અર્પણ કરવામાં આવશે
ભાવનગર. બુધસભા ના ઉપક્રમે આગામી તારીખ ૨૭ એ જહાનવી સ્મૃતિ તથા શ્રી કિસ્મત કુરેશી એવોર્ડ અર્પણ કરવામાં આવશે
૧૯૮૦ થી અવિરત ચાલતી કાવ્યપ્રવૃત્તિ શિશુવિહાર બુધસભા દ્વારા જાણીતા ગુજરાતી કવિ - વિવેચક શ્રી જયન્દ્ર શેખડીવાળા ના અધ્યક્ષ સ્થાને યોજાનાર સન્માન સમારોહમાં ભાગીરથી મહેતા જાહ્નવી સ્મૃતિ સન્માન કવયિત્રી જાણીતાં કવયિત્રી શ્રી નેહાબહેન પુરોહિતને તેમ જ કિસ્મત કુરેશી સન્માન જાણીતા ગઝલકાર પ્રા . હિમલ પંડ્યાને એનાયત કરવામાં આવશે. આ સન્માન અંતર્ગત બંને કવિઓનું રૂ.૧૧૦૦૦/- ની સન્માનરાશિ તથા ટ્રોફી થી અભિવાદન થશે.
શિક્ષણ અને સાંસ્કૃતિક વિરાસતની ઓળખસમા ભાવનગર નું નામ રોશન કરનાર કવયિત્રી શ્રી ભાગીરથી બહેન મહેતા ની સ્મૃતિ માં વર્ષ ૨૦૧૭ થી આપતા એવોર્ડ અંતગર્ત આ અગાઉ ડૉ. ઇન્દુ બહેન પટેલ , ડૉ ઉષાબહેન ઉપાધ્યાય, શ્રી પારૂલ બહેન ઉપરાંત નર્મદ એવોર્ડ થી નવાજીશ ડૉ સરૂપ બહેન ધ્રુવ નું અભિવાદન થયુંછે. જ્યારે મૂર્ધન્ય ગઝલકાર કિસ્મત કુરેશીની સ્મૃતિમાં આપવામાં આવતું સન્માન અગાઉ કવિશ્રી રઈશ મનીઆરને પ્રાપ્ત થયેલ છે.
પદ્મશ્રી ડૉ મુનીભાઈ મહેતા તથા અમેરિકા સ્થિત કવયિત્રી શ્રી સરયુબહેન પરીખની વિશેષ ઉપસ્થિતિમાં શિશુવિહાર બુધસભા ના ઉપક્રમે તા. ૨૭ સપ્ટેમ્બરના રોજ યોજાનાર ૨૨૫૪ મી બેઠક પ્રસંગે સાંજે ૫-૩૦ થી ૭-૩૦ દરમ્યાન શિશુવિહાર પરિસર માં યોજનાર કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા સાહિત્ય રસિકોને ભાવભર્યું નિમંત્રણ છે.
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.