હાર્બર મરીન પોલીસ સ્ટેશન માં એમ.વી.એક્ટ કલમ ૨૦૭ મુજબ કબ્જે કરાયેલ વાહનોની થયેલ જાહેર હરાજી* - At This Time

હાર્બર મરીન પોલીસ સ્ટેશન માં એમ.વી.એક્ટ કલમ ૨૦૭ મુજબ કબ્જે કરાયેલ વાહનોની થયેલ જાહેર હરાજી*


મોટર સાયકલ-૧૦ રીક્ષા-૫ મળી કુલ ૧૫ વાહનોની થયેલ હરાજીમાંથી રૂ. ૧, ૦૨, ૦૦૦ પ્રાપ્ત થયા
ગોસા(ઘેડ) તા. ૨૦/૦૯/૨૦૨૪
હાર્બર મરીન પોલીસ સ્ટેશનમાં પોલીસે એમ. વી. એક્ટ કલમ ૨૦૭ મુજબ પકડી પાડેલ મોટર સાયકલ તેમજ રીક્ષાઓ મૂળ માલિક દ્વારા છોડાવી ના જતા તેમજ હાર્બર મરીન પોલીસ સ્ટેશન ધ્વરા પકડાયેલા વાહનો ના મૂળ માલિકો ને છોડાવી જવા જાહેર જાણ કરવા છતાં સમય મર્યાદામાં કબ્જે કરાયેલા વાહનો મૂળ માલિક છોડાવી ન જતા આખરે કબ્જે કરાયેલ વાહનોના મુદામાલ ની જાહેર હરાજી કરવાની તારીખ જાહેર કર્યા બાદ આજ રોજ હાર્બર મરીન પોલિસ સ્ટેશનામાં હરાજી કરવામાં આવી હતી.
જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલેશ જાજડીયા સાહેબ તથા પોરબંદર પોલીસ અધિક્ષકશ્રી ભગીરથસિંહ જાડેજા દ્વારા પોરબંદર જિલ્લામાં મુદામાલ નિકાલ કરવા અંગેની સૂચના આપેલ હોય જે સૂચના અન્વયે પોરબંદર શહેર વિભાગના ઇન્ચાર્જ નાયબ પોલીસ અધીક્ષક ઋતુરાબાનાઓના સૂચના અને માર્ગદર્શન હેઠળ પોરબંદર જિલ્લા ના હાર્બર મરીન પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પૅકટર એસ. ડી. સાળુકેના દ્વારા એમ.વી. એક્ટ કલમ -૨૦૭ મુજબ કબ્જે કરવામા આવેલ મોટર સાયકલ ૧૦ તથા રીક્ષા -૫ મળી કુલ ૧૫ વાહનોની હરાજી થી આજ રોજ વેચાણ કરવામાં આવેલ. જે હરજીમાં ભંગાર અને સ્ક્રેપના કુલ ૧૦ વેપારીઓ એ હરાજી માં ભાગ લેતા થયેલ હરાજીમાંથી રૂ.૧, ૦૨.૦૦૦ એક લાખ બે હજાર પ્રાપ્ત થયેલા હતા. જે સરકારશ્રી ખાતે જમા કરવા તાજવીજ કરેલ છે
રિપોર્ટર :- વીરમભાઈ કે. આગઠ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.