રણકપુર ગામે વૃક્ષ કાપવા બાબતે ઝઘડો - At This Time

રણકપુર ગામે વૃક્ષ કાપવા બાબતે ઝઘડો


મહીસાગર જીલ્લાના કડાણા તાલુકાના રણકપુર ગામે વૃક્ષ કાપવા બાબતે થયેલ ઝઘડામાં એક ઈસમ વિરુદ્ધ કડાણા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાઇ હતી.ફરીયાદી મહીલા દ્વારા નોધવામાં આવેલ ફરીયાદ મુજબ ફરિયાદી મહીલાના ઘર પાસે વૃક્ષ કાપી અને લાકડા કાપી રહ્યા હતા તે સમય દરમિયાન આરોપી ત્યા આવીને પૂછયુ હતુ કે આ ઝાડ કોની પૂછીને પડાવ્યૂ છે તેમ કહી ઉશ્કેરાઈ જઈ અને ગારો બોલી અને ઝઘડો કર્યો હતો.અને ફરીયાદીને ગડદાપાટુ તેમજ લાકડી વડે માર મારતા મહીલાને ફેકચર થયુ હતુ.અને મહીલાને સારવાર અર્થ હોસ્પિટલ ખસેડાઇ હતી.આ બાબતે કડાણા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાઇ હતી
9925468227


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.