શ્રી દયાનંદ સરસ્વતી પ્રાથમિક શાળા નં.15 બોટાદમાં 76માં પ્રજાસત્તાક પર્વની હર્ષ ઉલ્લાસ સાથે ઉજવણી કાર્યક્રમ યોજાયો - At This Time

શ્રી દયાનંદ સરસ્વતી પ્રાથમિક શાળા નં.15 બોટાદમાં 76માં પ્રજાસત્તાક પર્વની હર્ષ ઉલ્લાસ સાથે ઉજવણી કાર્યક્રમ યોજાયો


(રીપોર્ટર: ચિંતન વાગડીયા)
શ્રી દયાનંદ સરસ્વતી પ્રા. શાળા નં.15, બોટાદમાં 76માં પ્રજાસત્તાક પર્વની ખૂબ જ હર્ષ ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે દીકરીની સલામ દેશને નામ કાર્યક્રમ અંતર્ગત શાળાની વિદ્યાર્થીની ચૌહાણ સાક્ષી વિક્રમભાઈ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને તેમને સન્માનપત્ર આપી સન્માનવામાં આવ્યા હતા. શાળાના વિસ્તારની આસપાસમાં છેલ્લા એક વર્ષમાં જન્મ લીધેલ દીકરીના માતા-પિતાને પણ સન્માન પત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. શાળાના બાળકો દ્વારા સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો. જાયન્ટસ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા કાર્યક્રમમાં ભાગ લીધેલ બાળકોને અને રાજ્ય કક્ષાએ સિદ્ધિ બાળકોને પ્રમાણપત્ર અને ઈનામ આપી સન્માનિત કરવામાં આવ્યા. આ પ્રસંગે શાળાના બાળકોના વાલીઓ ની વાલી મીટીંગ રાખવામાં આવી હતી જેમાં શાળાના આચાર્ય આશિષભાઈ ચંદ્રાણીએ પ્રસંગને અનુરૂપ ઉદબોધન અને વાલી મીટીંગ ના મુદ્દાઓની ચર્ચા કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાની વિદ્યાર્થીની લાખાણી હસ્તી પ્રદ્યુમ્નભાઈએ કર્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના તમામ શિક્ષકોએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી તે બદલ શાળાના આચાર્યએ તમામ શિક્ષકોને અભિનંદન આપ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image