રાજકોટ જિલ્લા ના ગૌપ્રેમી ઓએ કુંવરજીભાઈ બાવળીયાને પશુ દીઠ સબસીડી ૧૦૦ રૂપિયા કરવાની રજૂઆત કરી - At This Time

રાજકોટ જિલ્લા ના ગૌપ્રેમી ઓએ કુંવરજીભાઈ બાવળીયાને પશુ દીઠ સબસીડી ૧૦૦ રૂપિયા કરવાની રજૂઆત કરી


રાજકોટ જિલ્લા ના ગૌપ્રેમી ઓએ કુંવરજીભાઈ બાવળીયાને પશુ દીઠ સબસીડી ૧૦૦ રૂપિયા કરવાની રજૂઆત કરી

રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાની આજુ બાજુની તમામ ગૌશાળા,પાંજરાપોળ અને ગૌ પ્રેમીઓએ ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળીયાને પશુ દીઠ સબસીડી ૧૦૦ રૂપિયા કરવાની રજૂઆત કરી
ગૌધન બચાવવાની સાથે પ્રકૃતિ અને સમગ્ર સૃષ્ટિના રક્ષણ માટે ગુજરાત સરકાર કટિબધ્ધ છે, પરંતુ છેલ્લાં કેટલાક સમયથી વધતી જતી મોંઘવારીને કારણે ગૌધનનાં પાલનપોષણનો ખર્ચ ગૌશાળાના સંચાલકો અને પાંજરાપોળને વધી ગયો છે, હાલ દૈનિક રૂ.૩૦ ગૌ દીઠ સબસિડી આપવામાં આવે છે. ગૌવંશને બચાવવા માટે ગૌપ્રેમી સરકાર દ્વારા લેવાયેવા પગલાં ખુબ સરાહનીય છે, પરંતુ તેના બદલે પશુદીઠ ઓછામાં ઓછી રૂ.100 સબસિડી કરી આપવા સમગ્ર રાજ્યના દરેક જિલ્લામાંથી માંગ ઉઠી છે.રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાની આજુબાજુની તમામ ગૌશાળા,પાંજરાપોળ અને ગૌ પ્રેમીઓએ ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળીયાને પશુ દીઠ સબસીડી ૩૦ થી વધારીને ૧૦૦ રૂપિયા કરવાની રજૂઆત કરી છે. વર્તમાન સમયમાં ઘાસસારાના ભાવ આસમાને હોવાથી એક ગાય દિઠ ઓછામાં ઓછા ૧૦૦ રૂપિયા સરકાર દ્વારા આપવામાં આવે તો કતલખાને જતી ગાયને તેમજ રસ્તા ઉપર વધતા ગૌખુટને પણ રોકી શકાય છે.અત્રે ઉલેખ્ખનીય છે કે તમામ તાલુકાનાં ગૌ પ્રેમીઓ પોત પોતાના ધારાસભ્યને આવેદન પત્ર આપી રહ્યા છે. જેથી આ બાબતનો તાત્કાલિક ધોરણે નિવારણ લાવી શકાય.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.