શ્રી હિંમત હાઇસ્કુલ, હિંમતનગર નું ગૌરવ…….. રોટરી ક્લબ હિંમતનગર દ્વારા કલા એક ખોજ કાર્યક્રમ અંતર્ગત દ્વિતીય શાળા ઉત્સવ માં વિવિધ
શ્રી હિંમત હાઇસ્કુલ, હિંમતનગર નું ગૌરવ........
રોટરી ક્લબ હિંમતનગર દ્વારા કલા એક ખોજ કાર્યક્રમ અંતર્ગત દ્વિતીય શાળા ઉત્સવ માં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવેલું હતું. જેમાં શ્રી હિંમત હાઈસ્કૂલ, હિંમતનગરના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં ચિત્ર સ્પર્ધા, નિબંધ લેખન, વકતૃત્વ સ્પર્ધા અને ચેસ સ્પર્ધા માં વિદ્યાર્થીઓએ નંબર પ્રાપ્ત કરી ઇનામ, પ્રમાણપત્ર અને ટ્રોફી પ્રાપ્ત કરેલ છે. ચિત્ર સ્પર્ધામાં વાઘેલા હિરલ સંજયભાઈ (11 A), ચેસ સ્પર્ધામાં સોલંકી ધ્રુવ જગદીશભાઈ (11 A), નિબંધ સ્પર્ધામાં મકવાણા ધ્રુવી કુમારી રાકેશસિંહ(11 A) વિજેતા થયા છે. શાળાના આચાર્યશ્રી એસ.એસ.પટેલ તથા સ્ટાફ મિત્રો સંજયભાઈ સુથાર, રંજનબેન, નીલમબેન, માનસીબેન એ વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. જેનાથી વિદ્યાર્થીઓએ ખૂબ સારો દેખાવ કર્યો હતો. શાળા પરિવાર વતીથી ખૂબ ખૂબ અભિનંદન.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
