બાલાસિનોર રૈયોલી દૂધ મંડળીની ચૂંટણી કભી ખુશી કભી ગમ વચ્ચે યોજાઈ
સૌથી વધુ વખત ચૂંટણી લડી વિજય થવાનો રેકોર્ડ નરવતસિંહ દલપતસિંહ ચૌહાણ ના નામે લખાયો
બાલાસિનોર રૈયોલી દૂધ મંડળીની ચૂંટણી કભી ખુશી કભી ગમ વચ્ચે યોજાઈ
રૈયોલી દૂધ મંડળીની ચૂંટણીમાં દર પાંચ વર્ષે યોજાતી ચૂંટણી શાંતિ પૂર્ણ રીતે યોજાઈ
દૂધ મંડળીમાં નવ યુવાન અને પહેલી જ વાર ચૂંટણી લડતા યુવા ચહેરાવો એ સૌથી વધુ લીડ મેળવી હતી અને જુના જોગીઓને આડકતરી રીતે ચેતવણી પણ આપી છે જે જુના જોગીઓ માટે ચેતવણી રૂપ કહેવાય
બાલાસિનોર તાલુકાના રૈયોલી ગામે અમુલ સંઘ દ્વારા સંચાલિત દૂધ મંડળીની ચૂંટણી દર પાંચ વર્ષે યોજાય છે ત્યારે આ વર્ષે પણ રૈયોલી દૂધ મંડળીમાં ચૂંટણી યોજાઈ હતી અને 11 સભ્યોની વ્યવસ્થાપક કમિટી મતદારો દ્વારા કાઢવામાં આવી હતી કોઈ અનિચ્છિય બનાવના બને તેની પણ સંપૂર્ણ કાળજી લેવામાં આવી હતી
આ ચૂંટણીમાં જુના નવા જોગીઓ પણ મેદાનમાં હતા જેમાં સૌથી વધુ વર્ષ સુધી ચૂંટણી લડીને ચુંટાવવાનો રેકોર્ડ નરવતસિંહ દલપતસિંહ ચૌહાણ ના નામે લખાયો છે સતત 30 વર્ષથી સળંગ ચૂંટણી લડીને ચૂંટણી જીતવાનો રેકોર્ડ નરવતસિંહ દલપતસિંહ ચૌહાણ ના નામે લખાઈ રહ્યો છે ત્યારે આ વર્ષે પણ નરવતસિંહ દલપતસિંહ ચૌહાણનો વિજય થયો છે અને ફરી પાંચ વર્ષ માટે ચૂંટાઈ આવ્યા છે જે આ એક દૂધ મંડળીની સ્થાપનાથી લઈને આજ દિન સુધીનો રેકોર્ડ રહ્યો છે હા ઉમેદવાર પ્રાપ્ત થતી વિગતો અનુસાર 1995 થી સતત વિજેતા બનતા આવ્યા છે અને 2024 મા ફરી પણ પાંચ વાર માટે ચૂંટણી લડીને વિજેતા બન્યા છે
રિપોર્ટર છત્રસિંહ ચૌહાણ મહીસાગર
9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.