બોટાદના અલગ અલગ ગામમાં 11 જુલાઈ વિશ્વ વસ્તી દિવસ ની ઉજવણી અંતર્ગત ચાલતા લાયક દંપતી સંપર્ક પખવાડિયાની ઉજવણી કરાઇ
( હર્ષદ ચૌહાણ દ્વારા બોટાદ)
11 જુલાઈ વિશ્વ વસ્તી દિવસ ની ઉજવણી અંતર્ગત ચાલતા લાયક દંપતી સંપર્ક પખવાડિયાની ઉજવણી અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તુરખા હેઠળ આવતા તુરખા, રંગપર નાગલપર ઢાંકણીયા તેમજ ભાંભણ સબ સેન્ટર ખાતે ગુરુ તેમજ લઘુ શિબિર અને સાસુ-વહુ સંમેલનનું આયોજન કરવામાં આવેલ, જેમાં લાયક દંપતીને કુટુંબ કલ્યાણની કાયમી પદ્ધતિ વિશે સમજણ આપવામાં આવેલ તેમજ બે બાળક વચ્ચે અંતર રાખવા માટેની બિન કાયમી પદ્ધતિ સમજાવવામાં આવેલ, સાથે સાથે પ્રા.આ.કેન્દ્ર તુરખામાં દર અઠવાડિયે ચાલતા સ્ત્રી/પુરુષ નસબંધીનાં કેસ વિશે પણ લોકો ને સમજણ આપવામાં આવેલ, આ કાર્યક્રમ ને સફળ બનાવવા તમામ આશા બહેનો, ફી.હે.વ અને મ.પ.હે.વ એ જયેશ ચૌહાણ અને વીણાબેન ગોહિલ નાં સુપર વિઝનમાં તેમજ આયુષ એમ. ઓ ડો.રાધેશ ધ્રાંગધરિયા અને મેડિકલ ઓફિસર આશિષ વેદાણી સાહેબનાં માર્ગદર્શન માં ભારે જહેમત ઉપાડી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.