જસદણમાં રામેશ્વર મહાદેવ મંદિરે ચાલતી શિવ મહાપુરાણ એકાદશ જ્ઞાનયજ્ઞમાં કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો, હજારો ભાવિકો ઉમટી પડ્યા - At This Time

જસદણમાં રામેશ્વર મહાદેવ મંદિરે ચાલતી શિવ મહાપુરાણ એકાદશ જ્ઞાનયજ્ઞમાં કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો, હજારો ભાવિકો ઉમટી પડ્યા


(નરૅશ ચૉહલીયા દ્વારા જસદણ)
શ્રી રામેશ્વર મંદિર અને જસદણ ગામ સમસ્ત શિવ મહાપુરાણ કથાનુ આયોજન કરાયું છે.- આજે રૂહીપાઠની કથા અને નિર્થધામ એવમ નંદીએની કથા શાસ્ત્રી દ્વારા કરવામાં આવશે

જસદણમાં ગોખલાણા રોડ પર આવેલ રામેશ્વર મહાદેવ મંદિર ખાતે ગત તા.24 ને બુધવારથી શિવમહાપુરાણ એકાદશ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ કથામાં આવતા પાવન પ્રસંગોની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે તા.2 ને ગુરૂવારે કૃષ્ણ જન્મોત્સવની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જસદણ શહેર અને આજુબાજુના ગામના ભાવિકો હજારોની સંખ્યામાં ઉપસ્થિત રહી ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ઉજવણી કરી હતી. આ ઉત્સવ દરમિયાન જસદણ માર્કેટિંગ યાર્ડના પૂર્વ ડીરેક્ટર અને નગરપાલિકાના સદસ્ય નરેશભાઈ ચોહલીયા પત્રકાર દીપકભાઈ રવિયા હર્ષદભાઇ ચૌહાણ પટેલ અગ્રણી મૅહુલભાઇ પારખીયા કમલેશભાઈ પાનસુરીયા સહિતના આગેવાનોનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. જ્યારે આજે તા.3 ને શુક્રવારે રૂહીપાઠની કથા અને નિર્થધામ એવમ નંદીએની કથા શાસ્ત્રી દ્વારા કરવામાં આવશે. આ કથાદરમિયાન દરરોજ ધૂન-ભજન-ભોજન, કીર્તન સહિતના ત્રિવિધ કાર્યક્રમો પણ યોજવામાં આવી રહ્યા છે. આ કથાના વ્યાસપીઠ પરથી બિરાજમાન શાસ્ત્રી શ્રીરાજેન્દ્રપ્રસાદ વ્યાસ (રંઘોળાવાળા) તેમની મધુર શૈલીમાં કથાનું રસપાન કરાવી રહ્યા છે દરરોજ હજારો ભાવિકો કથા શ્રવણનો લાભ રહ્યા છે. શ્રી રામેશ્વર મંદિર અને જસદણ ગામ સમસ્ત શિવ મહાપુરાણ એકાદશ જ્ઞાનયજ્ઞનું આયોજન કરાયું છે. આ કથાની પુર્ણાહુતી આગામી તા.4 ને શનિવારે કરવામાં આવશે અને આ કથા શ્રવણનો લાભ લેવા માટે દરેક ધર્મપ્રેમી જનતાને રામેશ્વર મહાદેવ મંદિરના મોભી ભરતભાઈ છાયાણી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

સમસ્ત જસદણ મહિલા મંડળ દ્વારા રામેશ્વર મંદિરમાં વૃદ્ધાશ્રમ ચલાવવામાં આવી રહ્યું છે.

જસદણમાં ગોખલાણા રોડ પર આવેલ શ્રી રામેશ્વર મહાદેવ મંદિરે છેલ્લા 16 વર્ષથી અન્નક્ષેત્ર કાર્યરત છે અને દરરોજ પક્ષીઓ માટે 4 બોરી ચણ નાખવામાં આવે છે તેમજ ગૌશાળામાં દરરોજ 60થી70 ગાયોની નીરણની વ્યવસ્થા સાથે અવિરત સેવા કરવામાં આવી રહી છે. સમસ્ત જસદણ મહિલા મંડળ અને શ્રી રામેશ્વર મહાદેવ સેવક મંડળના મોભી ભરતભાઈ છાયાણી સહિતના યુવાનો દ્વારા રામેશ્વર મંદિરમાં વૃદ્ધાશ્રમ ચલાવવામાં આવી રહ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.