રૈયાધારમાં નવરાત્રીની તૈયારી બાદ ઘૂઘરા ખાવા જવા બાબતે કાર્યકર પર હુમલો
રૈયાધારમાં નવરાત્રીની તૈયારી બાદ ઘૂઘરા ખાવા જવા બાબતે કાર્યકર પર અન્ય કાર્યકરે પથ્થરના છુટા ઘા કરી હુમલો કરતાં તેમને ઈજાગ્રસ્ત હાલતમાં સારવારમાં ખસેડાયા હતાં. બનાવ અંગે યુનિવર્સિટી પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો.
બનાવ અંગે રૈયાધારમાં આવેલ દશામાનાં મંદિર પાસે રહેતાં પ્રદીપભાઈ લાલજીભાઈ જેઠવા (ઉ.વ.44) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે નટુ વિરજી પરમાર (રહે. રૈયાધાર, રાણીમાં રૂડીમાં ચોક) નું નામ આપી જણાવ્યું હતું કે, ગઈકાલે બપોરના અગિયારેક વાગ્યે તેઓ તેમજ તેમના સમાજના અન્ય જ્ઞાતિજનો તેમના વિસ્તારમાં દશામાના મંદિર પાસે નવરાત્રી કરવાની હોય જેથી ભરતી ભરતા હતા અને ભરતી ભરાઈ જતા તેઓએ ઘુઘરા ખાવાનું નક્કિ કરેલ અને તમામ લોકોએ ઘુઘરાના પૈસા કાઢેલ હતાં. ત્યારે તેઓની સાથેના નટુ પરમારએ કહેલ કે, મારી પાસે પૈસા નથી, તું મને ઘુઘરાના પૈસા દે જેથી તેઓએ ના પાડતાં નટુએ તેમની સાથે માથાકુટ કરી ગાળો દેવા લાગેલ અને છુટો પથ્થરનો ઘા મારી દિધેલ હતો.
દરમિયાન ફરિયાદીને લોહી નિકળવા લાગેલ અને આ આરોપીએ કહેલ કે, હવે મારા સાથે માથાકુટ કરી તો હું તને ગમે ત્યા પતાવી દઈશ કહીં જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છૂટ્યો હતો. બાદમાં તેઓને ઈજાગ્રસ્ત હાલતમાં સારવારમાં ખસેડાયા હતાં. બનાવ અંગે યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.