પુત્રને સાથે લઇ જવા પત્ની અને પરીવારને છરી વડે મારી નાંખવાની ધમકી
પ્રજાપતિ સોસાયટીમાં રિસામણે બેસેલ પરિણીતાને મેટોડા રહેતાં પતિ દિનેશ ડોડીયાએ પુત્રને સાથે લઇ જવા પત્ની અને પરીવારને છરી વડે મારી નાંખવાની ધમકી આપતાં તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ હતી.
બનાવ અંગે મેટોડામાં ગેટ નં.-33ની આગળ જ્યોતિ સી.એન.સી.સામે અને હાલ પિતાના ઘરે ઓમનગર સર્કલ 40 ફુટ રોડ પ્રજાપતિ સોસાયટી શેરી નં. 4 માં રહેતી હેતલબેન દીનેશભાઈ ડોડીયા (ઉ.વ.24) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે દિનેશ માનસિંગ ડોડીયા (રહે. મેટોડા) નું નામ આપી જણાવ્યું હતું કે, હાલ તે તેના પતિથી અલગ પિતાના ઘરે રહે છે. તેને પાંચેક વર્ષ પહેલા વેરાવળના ઇન્દ્રોઈ ગામના દીનેશ સાથે પ્રેમ લગ્ન કરેલ અને સંતાનમાં એક પુત્ર છે. તેમના પતિ દારુ પીવાની ટેવ વાળા હોય અને કામ ધંધો કરતા ન હોય જેથી છેલ્લા દોઢેક મહીનાથી પિતાના ઘરે રીસામણે આવેલ અને તેણીએ ફેમેલી કોર્ટમા ખાધા ખોરાકીનો પણ કેશ કરેલ છે.
ગઇ તા.13/11/2024 ના રાતના તે પિતાના ઘરે હતી ત્યારે મારા પતિ દીનેશનો ફોન આવેલ અને પુત્રને પોતાની સાથે લઇ જવા માટે બોલાચાલી કરી પરીવારને ગાળો આપવા લાગેલ અને પુરા પરીવારને છરી વડે મારી નાખવા છે તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપવા લાગેલ હતો. તેમજ પોતે રાજકોટ આવીને પુત્રને ગમે તેમ કરીને પોતાની સાથે લઈ જશે તેમ કહેવા લાગેલ હતો. બનાવ અંગેની ફરીયાદ પરથી તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.