પતિના ત્રાસથી કંટાળીને ઘરેથી બહાર નીકળી ગયેલ અજાણી મહિલાને સુરક્ષિત જગ્યાએ આશ્રય અપાવતી બોટાદ ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન ટીમ
પતિના ત્રાસ થી કંટાળીને ઘરેથી બહાર નીકળી ગયેલ અજાણી મહિલાને સુરક્ષિત જગ્યાએ આશ્રય અપાવતી બોટાદ ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન ટીમ
ગઇ તા:-૦૭-૦૯-૨૦૨૩ ના રોજ બોટાદ સીટી વિસ્તારમાંથી RTO ઓફિસના સિક્યુરિટી ગાર્ડ દ્વારા ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનમાં ફોન કરી જણાવેલ કે એક અજાણ્યા મહિલા મળી આવેલ છે તેઓ ખૂબ ચિંતામાં છે તેમની મદદ માટે ૧૮૧ વાન ની જરૂર છે જે અનુસંધાને બોટાદ ૧૮૧ અભયમ્ હેલ્પલાઇનના કાઉન્સેલર પટેલ ખુશ્બુબેન તેમજ મહિલા કોન્સ્ટેબલ સોનગરા માયાબેન તથા પાયલોટ જમોડ હરેશભાઈ ઘટના સ્થળે અજાણ્યા મહિલાની મદદ માટે પહોંચેલ અને ત્યાં જઇને ૧૮૧ ની ટીમે મહિલા સાથે વાતચીત કરી પ્રાથમિક માહિતી મેળવવાનો પ્રયત્ન કરેલ અને પીડિત મહિલાએ જણાવેલ કે તેનું મૂળ વતન મધ્ય પ્રદેશ મુકામે છે અને મધ્ય પ્રદેશના બેસુલ ગામમાં તેમના લગ્ન થયેલ છે તથા સંતાનમાં ત્રણ દીકરીઓ છે અને ત્યાં પોતે સાસરીયા પરિવાર સાથે રહે છે તેના પતિને નશો કરવાની ટેવ હોય જેથી અવાર નવાર કેફી દ્રવ્યોનું સેવન કરીને તેની સાથે મારકૂટ કરે છે તેમજ ઘરની બહાર નીકળવા ન દેતા અને ઝઘડો કરી માનસિક-શારીરિક ત્રાસ આપતા જેના લીધે પોતે છેલ્લા એક મહિનાથી ઘરેથી નીકળી ગયેલ અને આજ રોજ ટ્રેન મા બેસી બોટાદ આવી ગયેલ છે આ મહિલા મધ્યપ્રદેશના વતની હોવાથી ગુજરાતી ભાષા સરખી સમજી શકતા ન હોય અને તેમના પરિવારના સભ્યોના ફોન નંબર પણ યાદ ન હોય તથા મહિલાને આશ્રય તેમજ લાંબા-ગાળાના કાઉન્સેલિંગ ની જરૂરીયાત હોય તેઓને સખી વનસ્ટોપ ની માહિતી આપી બોટાદ સખી વનસ્ટોપ સેન્ટર ખાતે લઈ જઈ આશ્રય અપાવેલ છે
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.