વડાપ્રધાનના આગમન પૂર્વે રાજકોટના લાપાસરીમાં રાજહંસ કંપનીમાંથી જિલેટિન સ્ટિકની ચોરી, પોલીસે તપાસ હાથ ધરી - At This Time

વડાપ્રધાનના આગમન પૂર્વે રાજકોટના લાપાસરીમાં રાજહંસ કંપનીમાંથી જિલેટિન સ્ટિકની ચોરી, પોલીસે તપાસ હાથ ધરી


વડાપ્રધાનના આગમન પૂર્વે રાજકોટ શહેરમાંથી મોટી માત્રામાં જિલેટિન સ્ટિક, બ્લાસ્ટિંગ કેપ તથા બ્લાસ્ટિંગ માટે વપરાતા વાયરની ચોરી થયાની ઘટના સામે આવી છે. ગત તારીખ 6 ઓક્ટોબરના રોજ રાત્રીના સમયે શહેરના આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં લાપાસરી ગામે રાજહંસ કંપનીમાંથી જિલેટિન સ્ટિકની ચોરી થયા અંગે ફરિયાદ નોંધાઈ છે. જો કે બે દિવસથી ચોરી કરી ચોર નાસી ગયો હોવાથી તેની શોધમાં રાજકોટ શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે SOG ક્રાઇમ બ્રાન્ચ સહીત શહેર ભરની પોલીસ લાગી ગઈ છે અને શહેરભરની પોલીસમાં દોડધામ મચી જવા પામી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.