લીલીયા મોટા બાલકૃષ્ણ હવેલી ખાતે ભવ્ય હિંડોળા ઉત્સવ
લીલીયા મોટા બાલકૃષ્ણ હવેલી ખાતે ભવ્ય હિંડોળા ઉત્સવ
હાલ પવિત્ર અધિક માસ નો પવિત્ર તહેવાર ચાલી રહ્યો હોય ત્યારે લીલીયા મોટા ખાતે આવેલ બાલકૃષ્ણ લાલજી ની હવેલીમાં હિંડોળા ઉત્સવ ધામધૂમ પૂર્વક ચાલી રહ્યો છે ઠાકોર જી ની અનેક લીલા ઓના ફ્લોટ વૃંદાવન ગોકુળ મથુરા ના અનેક પ્રકારના ગામડાના જીવન આબેહૂબ ફ્લોટ અનેક પ્રકારની રોશની વચ્ચે હિંડોળા મહોત્સવ ચાલી રહ્યો છે હવેલીના મુખ્યાજી રવિભાઈ ભટ્ટ અને રીનાબેન ભટ્ટ દ્વારા વૈષ્ણવોને અનેક શૃંગારના દર્શન હિંડોળાના માધ્યમથી કરાવી રહ્યા છે બાલકૃષ્ણ હવેલીની સંગીત ટીમ દ્વારા ઠાકોરના અનેક ધોળ પદ ગાયને ઓરકેસ્ટ્રા ના સથવારે વૈષ્ણવો ધન્યતા પ્રાપ્ત કરી રહ્યા છે આવતા શ્રાવણ સુધી ચાલનારા અનેક વિવિધ હિંડોળા દર્શનનો લાભ લેવા હવેલીના મુખ્યાજી રવિભાઈ ભટ્ટ દ્વારા આમંત્રણ આપવામાં આવી રહ્યું છે હિંડોળાને શણગારવામાં અનેક પ્રકારની નવી નવી ઝાંખી ના દર્શન કરાવવા ટ્રસ્ટી ઓ અને યુવાનોની ટીમ ભારે જહેમત ઉઠાવી રહી છે સાંજના પાંચથી સાત દર્શનાર્થીઓની લાંબી લાઈન ભીડ જોવા મળે છે
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.