મઢ પાદેડી ગામે બે વીજપોલ પર જંગલી વનસ્પતિઓથી વીટાળેલી વેલા જોવા મળતા કરંટ ઉતરવાનો ભય
મહીસાગર જીલ્લાના લુણાવાડા તાલુકા મઢ પાદેડી ગામ પાસે અને રોડ ટચ વિજપોલ પર જંગલી વનસ્પતિઓએ સામ્રાજ્ય જમાવી દીધુ છે.રસ્તા પર આવેલી વીજપોલ જેના પર ડીપી આવેલી છે.તેના પર પણ આવી જંગલી વેલા વીટળાએલી જોવા મળી રહી છે.આ કારણે વીજફોલ્ટ અથવા કરંટ ઉતરવાની શક્યતાને પણ નકારી શકાય તેમ નથી.સાથે સાથે મધ્ય ગુજરાત વીજકંપની દ્વારા ચોમાસામા કયા પ્રકારની પ્રિમોન્સુન કામગીરી કરવામા આવે છે. તેના સામે પણ અનેક લોકમુખે ચર્ચાઓ ચાલી રહી છે.ચોમાસાની સીઝન હવે પુર્ણતાને આરે છે.ત્યારે મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા કેવા પ્રકારની પ્રિમોન્સુન કામગીરી કરવામા આવે છે તેનો જીવંત ઉદાહરણ લુણાવાડા તાલુકાના મઢ પાદેડી ગામે જોવા મળ્યુ હતુ. જેમા રોડ પર અડીને આવેલા બે વીજપોલના થાંબલાઓ પર જાણે જંગલી વેલાની વનસ્પતિથી શણગાર સજાવ્યો હોય તેવા દ્શ્યો જોવા મળી રહ્યા છે. એક વીજપોલ પર તો ડીપી આવેલી છે.આના કારણે કોઈ કંરટ ઉતરવાનો ભય પણ લોકોમાં સતાવી રહ્યો છે.બીજુ કે આ મુખ્ય માર્ગ હોવાથી એમજીવીસીએલના અધિકારી આવનજાવન કરતા હશે તેમના ધ્યાને ગયુ કેમ નથી તે પણ એક સવાલ ઉદભવી રહ્યો છે.જાગૃત ગ્રામજનોની માંગ છે કે વીજપોલ પરથી જંગલી વનસ્પતિની વેલો હટાવામા આવે. બીજુ કે ચોમાસામા છાસવારે વીજળી ગુલ થઈ જતી હોય છે.ત્યારે ઘણીવાર આવી પરિસ્થીતીના કારણે પણ વીજળી ગુલ થવાના બનાવો બને છે. વીજલાઈનો પર આવી જંગલી વનસ્પતિઓ જામી ગઈ છે. સાથે વીજલાઈનની આસપાસ વૃક્ષોની ડાળીઓને લઈને ચોમાસામા પવન આવતા તેના પર પડી જતા વીજપુરવઠો ખોરવાઈ જાય છે.એમજીવીસીએલ દ્વારા કેવા પ્રકારી પ્રિમોન્સુન કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા થાય છે.ત્યારે હવે જોવાનુ એ રહ્યુ કે મહિસાગર એમજીવીસીએલ દ્વારા આ વીજ થાંબલા પર વીટળાઈ ગયેલી જંગલી વનસ્પતિ ક્યારે દુર કરે છે.
રીપોર્ટ.ભીખાભાઈ ખાંટ
મહીંસાગર
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.