રાજકોટના શાસ્ત્રીમેદાન સામે આવેલ એવરેસ્ટ બિલ્ડિંગમાં ચાલતી ઘોડીપાસાની જુગાર-કલબ ઝડપાઇ.૨૫ શખ્સો ઝડપાયા
રાજકોટમાં શાસ્ત્રીમેદાન સામે આવેલ એવરેસ્ટ બિલ્ડિંગમાં નવમાં માળે 906 નંબરની ઓફિસમાં ચાલતી મસમોટી ઘોડિપાસાની જુગાર- કલબમાં એ. ડિવિઝન પોલીસે દરોડો પાડી રાજકોટ સહિત ધોરાજી, મોરબી, જામનગર, ગોંડલ અને પડધરી સહિત સૌરાષ્ટ્રભરમાંથી જુગાર રમવા આવેલ 25 શખ્સોને રોકડ અને મોબાઈલ મળી કુલ રૂ.2.90 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
દરોડાની વિગત મુજબ, શહેર પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવે દારૂ અને જુગારના કેશો શોધી કાઢવાની આપેલ સૂચનાથી એ.ડિવિઝન પોલીસ મથકના પીઆઈ ડિ.એમ.હરિપરાની રાહબરીમાં પીએસઆઈ જી.એન.વાઘેલા ટીમ સાથે પેટ્રોલિંગમાં હતાં ત્યારે સાથેના એ.એસ.આઈ. એમ.વી.લુવા, કોન્સ્ટેબલ જગદીશભાઈ વાંક અને ભગીરથસિંહ ઝાલાને શાસ્ત્રીમેદાન સામે આવેલ એવરેસ્ટ બિલ્ડિંગમાં નવમાં માળે 906 નંબરની ઓફિસમાં જુગાર-કલબ ધમધમે છે, તેવી મળેલ ચોક્કસ બાતમીના આધારે ટીમે દરોડો પાડતાં જાણે મેળો જામ્યો હોય તેમ જુગારીઓ ઘોડીપાસાનો જુગાર રમતા હતાં.
ઓફિસને કોર્ડન કરી ટીમે કુલ 25 શખ્સોને દબોચી રોકડ અને મોબાઈલ મળી કુલ રૂ.2.90 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તેમજ ઓફિસના ડસ્ટબીનમાંથી ખાલી દારૂની બોટલો પણ મળી આવતાં સાથે-સાથે દારૂની પાર્ટી પણ થતી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
પોલીસે કરેલ પૂછપરછ દરમિયાન પકડાયેલ જુગારીઓમાંથી પરસાણાનગરનો મોસીન પઠાણ ઓફીસ ભાડે રાખી બહારથી જુગારીઓ બોલાવી જુગાર કલબ રમાડતો હતો. તેમજ એવરેસ્ટ બિલ્ડીંગમાં આવેલ 906 નંબરની ઓફીસ પારસ નામના વ્યક્તિની હોવાનું ખુલ્યું હતું.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.