પાટણ,બ.કાં,સુરેન્દ્રનગર, અને કચ્છ જીલ્લાઓમાં સોલાર પ્લાન્ટો માંથી ઇન્વેટરના કોપર વાયરની ચોરી કરતી કુખ્યાત ડફેર ગેંગને પાટણ એલસીબી એ દબોચી.. - At This Time

પાટણ,બ.કાં,સુરેન્દ્રનગર, અને કચ્છ જીલ્લાઓમાં સોલાર પ્લાન્ટો માંથી ઇન્વેટરના કોપર વાયરની ચોરી કરતી કુખ્યાત ડફેર ગેંગને પાટણ એલસીબી એ દબોચી..


પાટણ
અનિલ રામાનુજ પાટણ...

પાટણ,બ.કાં,સુરેન્દ્રનગર, અને કચ્છ જીલ્લાઓમાં સોલાર પ્લાન્ટો માંથી ઇન્વેટરના કોપર વાયરની ચોરી કરતી કુખ્યાત ડફેર ગેંગને પાટણ એલસીબી એ દબોચી..

કેબલ ચોરીના કુલ ૧૭ ગુનાઓનો ભેદ ઉકેલી કુલ કિ.રૂ.૭,૮૭,૦૭૨/- નો મુદ્દામાલ રીકવર કરાયો..

પાટણ જીલ્લા તથા આજુ
બાજુના ગામડાઓની સીમ સહિત બનાસકાંઠા, સુરેન્દ્રનગર, કચ્છ, જીલ્લાઓમાં સોલાર પ્લાન્ટો માંથી ઇન્વેટરના કોપર વાયરની ચોરી કરતી કુખ્યાત ડફેર ગેંગને પાટણ એલસીબી ટીમે પકડી પાડી કેબલ ચોરીના કુલ ૧૭ ગુનાઓનો ભેદ ઉકેલી કુલ કિ.રૂ.૭,૮૭,૦૭૨/- નો મુદ્દામાલ રીકવર કરી કાયદેસરની કાયૅવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

આ બાબતે મળતી માહિતી મુજબ છેલ્લા કેટલાક સમયથી પાટણ જીલ્લા તથા આજુબાજુના જીલ્લાઓના ગામડાઓની સીમમાં આવેલ સોલાર પ્લાન્ટમાંથી અવાર નવાર ઇન્વેટર કોપર વાયરની ચોરીના બનાવો બનતા હોઇ જેમાં રાધનપુર, સમી, પાટણ તાલુકા, કાકોશી પોલીસ સ્ટેશનમાં આવા બનાવોની ફરીયાદો દાખલ થયેલી જે તમામ મિલકત સબંધી બનાવો વણશોધાયેલા હોઇ જેથી પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા તથા પોલીસ અધિક્ષક ર્ડા.રવિન્દ્રપટેલ નાઓએ આવા વણશોધાયેલ ગુના શોધી કાઢવા એલ.સી.બી પાટણને સુચના કરતાં એલસીબી. પાટણના ઈન્ચાર્જ પીઆઈ વી.આર.ચૌધરી સહિત ના કર્મચારીઓની ટીમ બનાવી તમામ ગુનાવાળી જગ્યાની વિઝીટ કરી આજુબાજુ આવેલ સી.સી.ટી.વી. કેમેરાના બેકઅપ ચેક કરેલ તેમજ ટેકનીકલ એનાલીસસ તથા હ્યુમન સોર્સથી આ પ્રકારની એમ.ઓ. ધરાવતા ઇસમોની શોધખોળ શરૂ કરેલ જે દરમ્યાન અ.હેડ.કો. હસમુખસિંહ અમરાભાઇ તથા અ.હેડ.કો. સતીષકુમાર અમથાભાઇ નાઓને ચોક્કસ બાતમી હકિકત મળેલ કે, લોંગ તૈયબ ભટ્ટી રહે.રાણીસર તા.સાંતલપુરવાળાએ સોલાર પ્લાન્ટ ઉપરથી કોપર વાયરની ચોરીના બનેલ તમામ ગુના આચરેલ છે જેથી તેને તથા તેના માણસોને લાવી પુછપરછ કરતાં કબુલાત કરેલ કે, છેલ્લા એક વર્ષ
ના સમયગાળા દરમ્યાન તેણે કેટલાક માણસોની ગેંગ બનાવી પાટણ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, કચ્છ જીલ્લાઓમાં આવેલ સોલાર પ્લાન્ટમાંથી અનેક વખતે ચોરીઓ કરેલ જે આધારે સંડોવાયેલ માણસોની પુછપરછ કરતાં ચોરી કરતી ગેંગના લોંગભાઇ તૈયબભાઇ પુનાભાઇ ભટ્ટી (સિન્ધી‌) ઉવ.આ.૪૫ રહે.રાણીસર તા.સાંતલપુર જી.પાટણ, ઇકબાલ હબીબખાન મલેક (સિન્ધી-ડફેર) ઉવ.આ.૩૯ રહે.મીઠાણીવાસ,વારાહી,જાકીરભાઇ લધાભાઇ મહમંદભાઇ ભટ્ટી (સિન્ધી-ડફેર) ઉવ.આ.૨૫ રહે.રાણીસર તા.સાંતલપુર જી.પાટણ, શેરખાન અલુખાન લધાભાઇ ભટ્ટી (સિન્ધી-ડફેર) ઉવ.આ.૨૯ રહે.રાણીસર તા.સાંતલપુર જી.પાટણ ની સાથે મુદામાલ રીસીવ કરનાર સંજયભાઇ છનાભાઇ મનાભાઇ પટણી ઉવ.આ.૩૩ રહે.પટણી
વાસ,ગદોસણ તા.જી.
પાટણ,શૈલેષભાઇ ઇશ્વર
ભાઇ શંકરભાઇ પટણી ઉવ.આ.૨૮ રહે.ભઠ્ઠી
વાડો, ગુલશનનગર, પાટણ તા.જી.પાટણ,પાર્થ ઉર્ફે કાળુ રાજુભાઇ ચેલાભાઇ પટણી (દેવીપુજક) ઉવ.આ.૨૬ રહે.પાટણ કાલીબજાર મોટા મદ્રેશા પાસે પાટણ,
સુનીલભાઇ નારણભાઇ રત્નાભાઇ પટણીઉવ.આ.
૩૭ રહે.પટણીવાસ, ગદોસણ તા.જી.પાટણ. હાલ રહે.ભોલેનાથ સોસાયટી, ખોડીયારચોકડી, મોતીશા દરવાજા, પાટણ તા.જી.પાટણ જયારે પકડવાના બાકી આરોપી
ઓમા કરીમભાઇ હકિમ
ભાઇ ભટ્ટી, રહીમભાઇ રમજાનભાઇ ભટ્ટી, નજીર
મામદ ઉર્ફે ટીંડાભાઇ સક્ક
રભાઇ ભટ્ટી,સોહરાબ
ખાન સાલેમહમંદ ભટ્ટી,
સાલેમહમંદ તૈયબભાઇ ભટ્ટી,સાજનભાઇ તમાચી
ભાઇ ભટ્ટી, અલ્લાઉદીન તૈયબભાઇ ભટ્ટી, જુમ્મા
ભાઇ રમજાનભાઇ ભટ્ટી, રમજાનભાઇ શેરમહમંદ ભટ્ટી,શાહરૂખ હુસેનભાઇ ભટ્ટી,ઇકબાલ જશરભાઇ ભટ્ટી રહે.તમામ રાણીસર, આંતરનેશ તા.સાંતલપુર જી.પાટણ ને ઝડપી લેવા ચક્રો ગતિશીલ બનાવ્યા છે. ટીમે કબજે કરેલ મુદામાલ સફેદ કલરના કોપર વાયર ૪૫૮.૮૪ કિ.ગ્રા. કિ.રૂ.૩,૬૭,૦૭૨
/-, ગુનો કરવામાં ઉપયોગ કરેલ પીકઅપ ડાલુ નં-GJ.17.XX.3072 કિ.રૂ.૪,૦૦,૦૦૦, તહો
દારોના મોબાઇલ નંગ-૦૪ કિ.રૂ.૨૦,૦૦૦ મળી કુલ કિ.રૂ.૭,૮૭,૦૭૨ નો મુદામાલ જપ્ત કરી આગળ ની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

ઉપરોક્ત તમામ ગુનાઓમાં આરોપીઓએ ચોરીથી મેળવેલ મુદ્દામાલ પાટણ તથા વારાહી મુકામે આવેલ વાસણની દુકાનમાં/ભંગારીયાઓને વેચાણ કરેલ છે. તેઓને ચોરીના મુદામાલથી મેળવેલ રૂપિયા રોકડથી તેમજ ફોન-પે થી મેળવેલ છે જેથી તેમના જે તે બેંક એકાઉન્ટ ડેબીટ ફ્રીજ કરાવેલ હોઇ ઉપરોક્ત ગુનાના તપાસ અધિકારી દ્વારા ગુનાના કામે પરત મેળવવા ની કામગીરી કરવામાં આવશે. તથા કોપર વાયર ભંગારીયા તેમજ વાસણની દુકાનમાં આપેલ હોઇ તપાસ અધિકારી દ્વારા તમામ ગુનાઓનો મુદ્દામાલની ૧૦૦% રીકવરની કામગીરી હાલમા ચાલુ છે.

ગુનો કરવાની એમ.ઓ :-

(૧) લોંગભાઇ તૈયબભાઇ ભટ્ટી (સિન્ધી‌) રહે. રાણીસર, વાળો છેલ્લા વીસ વર્ષથી મિલકત સબંધી ગુનાઓ આચરે છે. અગાઉ લુંટ વીથ મર્ડર, ધાડ, ઘરફોડ ચોરીઓ, ડીઝલ ચોરીઓ, જીરા ચોરીઓ, સહીતના ૩૦(ત્રીસ) થી વધારે ગુનાઓમાં લોંગ તૈયબ ભટ્ટી પકડાયેલ છે. લોંગભાઇ ભટ્ટી તેના ગામના ૧૫ (પંદરેક)માણસોની ટોળકી બનાવી પીકઅપ ડાલા નો ઉપયોગ કરી રાત્રીના સમયે પાટણ બનાસકાંઠા, સુરેન્દ્રનગર, કચ્છ, જીલ્લાઓની ગામડાઓની સીમમાં લગાવેલ સોલાર પ્લાન્ટમાંથી ઇન્વટરના કોપર વાયરની ચોરી કરતા હતા. અને ચોરી કરેલ વાયર રાણીસર ગામની સીમમાં રાખી તેને છોલી નાખી કોપર વાયર અલગ અલગ જગ્યાએ ભંગારીયા તથા વાસણની દુકાને વેચી દીધેલ હતા. તે સિવાય લોંગ ભટ્ટી અને તેના માણસો હાઇવે ઉપર આવેલ હોટલો ઉપર રાત્રી રોકાણ કરતા ટ્રક ડ્રાઇવરોના મોબાઇલ તેમજ રોકડ રકમની ચોરી કરતા હતા.

પકડાયેલ આરોપીઓએ આચરેલ/કબુલાત ગુનાઓની વિગત:-

(૧) કાકોશી પો.સ્ટે. ગુરનં-૧૧૨૧૭૦૧૪૨૪૦૪૫૪/૨૦૨૪ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ ૩૦૩(૨), ૩૨૯(૩) મુજબના ગુનામાં સેન્દ્રાણા ગામની સીમમાં આવેલ સોલાર પ્લાન્ટમાંથી ૨૬ ઇન્વટર કેબલ કિ.રૂ.૨૦,૦૦,૦૦૦/-ની ચોરી કરેલ
(૨) કાકોશી પો.સ્ટે.ગુરનં-૧૧૨૧૭૦૧૪૨૪૦૪૭૦/૨૦૨૪ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ ૩૦૩(૨), ૩૨૯(૩) મુજબના ગુનામાં નેદ્રોડા ગામની સીમમાં આવેલ ધર્મદિપ સોલાર પ્લાન્ટમાંથી ૧૪ ઇન્વટર કેબલ કિ.રૂ.૫,૦૦,૦૦૦/- ની ચોરી કરેલ
(૩) પાટણ તાલુકા પો.સ્ટે. ગુરનં-૧૧૨૧૭૦૨૬૨૪૦૫૦૫/૨૦૨૪ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ ૩૦૩(૨),૩૨૯(૩), ૩૨૪(૫) મુજબ ગુનામાં દુધારામપુરા ગામની સીમમાં આવેલ સોલાર પ્લાન્ટમાંથી ૧૫૦૦૦ મીટર ઇન્વટર કેબલ કિ.રૂ.૪,૫૦,૦૦૦/-ની ચોરી કરેલ
(૪) સમી પો.સ્ટે. ગુરનં-૧૧૨૧૭૦૨૯૨૪૦૪૬૦/૨૦૨૪ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ ૩૦૩(૨), ૩૨૯(૩) મુજબ ગુનામાં જોરાવરગામની સીમમાં આવેલ સોલાર પ્લાન્ટમાંથી લોખંડના અર્થિંગના સળીયા નંગ ૬૬ કિ.રૂ.૫૫,૮૦૦/- ની ચોરી કરેલ
(૫) સુરેન્દ્રનગર જીલ્લાના ઝીંઝુવાડા પો.સ્ટે. ગુરનં-૧૧૨૧૧૦૨૪૨૪૦૧૬૨/૨૦૨૪ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ ૩૦૩(૨),૩૨૯(૧),૫૪ મુજબ ગુનામાં ધામા ગામની સીમમાં આવેલ સોલાર પ્લાન્ટમાંથી ૧૦,૦૦૦ મીટર ઇન્વટર કેબલ કિ.રૂ.૯૦,૦૦૦/- ની ચોરી કરેલ
(૬) બનાસકાંઠા જીલ્લાના સુઇગામ પો.સ્ટે. ગુરનં-૧૧૧૯૫૦૪૫૨૪૦૨૨૭/૨૦૨૪ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ ૩૦૩(૨) મુજબ ગુનામાં રામપુરા એટા ગામની સીમમાં આવેલ સોલાર પ્લાન્ટમાંથી ૫૭૦૦ મીટર ઇન્વટર કેબલ કિ.રૂ.૯૬,૭૦૦/- ની ચોરી કરેલ
(૭) કચ્છ જીલ્લાના માનકુવા પો.સ્ટે. ગુરનં-૧૧૨૦૫૦૧૩૨૪૦૩૩૧/૨૦૨૪ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ ૩૦૩(૨) મુજબ ગુનામાં ગજોડ ગામની સીમમાં આવેલ સોલાર પ્લાન્ટમાંથી લોખંડની એંગલો કિ.રૂ.૯૭,૯૦૦/- ની ચોરી કરેલ
(૮) કચ્છ જીલ્લાના માનકુવા પો.સ્ટે. ગુરનં-૧૧૨૦૫૦૧૩૨૪૦૩૫૨/૨૦૨૪ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ ૩૦૩(૨) મુજબ ગુનામાં ગજોડ ગામની સીમમાં આવેલ સોલાર પ્લાન્ટમાંથી ૩૬૦૦ મીટર ઇન્વટર કેબલ કિ.રૂ.૧,૬૨,૦૦૦/- ની ચોરી કરેલ
(૯) રાધનપુર પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૨૧૭૦૨૭૨૪૦૮૭૫/૨૦૨૪ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૩૦૩(૨) મુજબ ગુનામાં સિનાડ ભાડીયા તથા પોરાણા ગામની સીમમાં આવેલ સોલાર પ્લાન્ટમાંથી ઇન્વટર કેબલની ચોરી કરેલ
(૧૦) સમી પો.સ્ટે. ગુરનં-૧૧૨૧૭૦૨૯૨૪૦૫૮૦/૨૦૨૪ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૩૦૩(૨), ૩૨૯(૩) મુજબ ગુનામાં સમી ગામની સીમમાં આવેલ સોલાર પ્લાન્ટમાંથી ૩૭૦૦ મીટર ઇન્વટર કેબલ કિ.રૂ.૯૨,૫૦૦/-ની ચોરી કરેલ
(૧૧) સમી પો.સ્ટે.ગુરનં-૧૧૨૧૭૦૨૯૨૪૦૫૭૯/૨૦૨૪ ઇ.પી.કો એકટ કલમ ૩૭૯,૪૪૭ મુજબ ગુનામાં નાની ચંદુર ગામની સીમમાં આવેલ સોલાર પ્લાન્ટમાંથી ૨૦૦૦ મીટર ઇન્વટર કેબલ કિ.રૂ.૬૦,૦૦૦/-ની ચોરી કરેલ
(૧૨) આજથી એકાદ બે મહિના પહેલા ચાણસ્મા તાલુકાના કંબોઇ ગામની સીમમાં આવેલ સોલાર પ્લાન્ટમાંથી ૪૦૦૦ મીટર કોપર વાયરની ચોરી કરેલાની કબુલાત કરેલ છે.
(૧૩) આજથી એકાદ મહિના પહેલા કાંકરેજ તાલુકાના રાજપુર (કંથેરીયા) ગામની સીમમાં આવેલ સોલાર પ્લાન્ટમાંથી ૧૦૦૦૦/ મીટર ઇન્વટરના કોપર વાયરની ચોરી કરેલાની કબુલાત કરેલ છે.
(૧૪) આરોપીઓએ આજથી વીશેક દિવસ પહેલા કાંકરેજ તાલુકાના ઉણ ગામની સીમમાં આવેલ સોલાર પ્લાન્ટ માંથી ૫૦૦૦/ મીટર ઇન્વટરના કોપર વાયરની ચોરી કરેલાની કબુલાત કરેલ છે.
(૧૫) આજથી પચ્ચીસેક દિવસ પહેલા હારીજ તાલુકાના દુનાવાડા ગામની સીમમાં આવેલ સોલાર પ્લાન્ટમાંથી ૩૦૦૦/ મીટર કોપર વાયરની ચોરી કરેલાની કબુલાત કરેલ છે.
(૧૬) સાંતલપુર તાલુકાના ગાંજીસર/દહીસર ગામે આવેલ સોલાર પ્લાન્ટ માંથી બે વખત કોપર વાયરની ચોરી કરેલાની કબુલાત કરેલ છે.
(૧૭) ઉપરોક્ત તમામ આરોપીઓએ અવાર નવાર રાત્રીના સમયે સાંતલપુરથી કંડલા હાઇવે/ અમદાવાદ થી બરોડા હાઇવે તથા પાલનપુર થી અજમેર હાઇવે ઉપર આવેલ હોટલો ઉપર રાત્રી રોકાણ સારૂ ઉભેલ ટ્રક ડ્રાઇવરો ના મોબાઇલો તથા રોકડ રકમની અસંખ્ય ચોરીઓ કરેલાની કબુલાત કરેલ છે. ગુનાહિત ઇતિહાસ લોંગ તૈયબ ભટ્ટી નો ૨૦૦૩ થી આજદિન સુધી મિલકત સબંધી ગુના આચરે છે તે અગાઉ પાટણ, બનાસકાંઠા, કચ્છ, ગાંધીનગર, સુરેન્દ્રનગર,વડોદરા, ભરૂચ, સહિત સમગ્ર ગુજરાત તથા રાજસ્થાન, હરિયાણા રાજ્યમાં લુંટ વીથ મર્ડર, ધાડ, લુંટ, ઘરફોડ ચોરી, ડીઝલ ચોરી, કેબલ ચોરી, હાઇવે રોડ ઉપર ચાલુ વાહનોમાંથી મુદ્દામાલની ચોરી, જીરા ચોરી સહિતના ૩૦(ત્રીસ) થી વધારે ગુનાઓમાં પકડાયેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.