બોટાદ-સાળંગપુર રોડ ખાતે પ્રશાસન દ્વારા મરામતની કામગીરી કરવામાં આવી
(અજય ચૌહાણ દ્વારા)
સતત ધમધમતા બોટાદ-સાળંગપુર રોડ પર પ્રશાસન દ્વારા પેચવર્ક અને મરામતની કામગીરી કરવામાં આવી હતી. જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે રોડ-રસ્તાઓ ક્ષતિગ્રસ્ત થયા હતા. બોટાદ-સાળંગપુર રોડ પરથી દરરોજના હજારો વાહનો પસાર થાય છે અને સાળંગપુર જતા યાત્રાળુંઓની સતત અવરજવર હોય છે ત્યારે આ રોડ પર મરામતની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.