*ગારીયાધાર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ કાયદેસરના વાલીપણાંમાંથી લગ્નના ઇરાદે અપહરણના ગુન્હામાં છેલ્લાં ચારેક વર્ષથી નાસતાં-ફરતા આરોપીને ઝડપી પાડતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ*
*પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમારસાહેબ,ભાવનગર રેન્જ,ભાવનગર* તથા *પોલીસ અધિક્ષક ડો. શ્રી હર્ષદ પટેલ સાહેબે* ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા તેમજ નાસતાં-ફરતાં આરોપીઓને પકડી પાડવા માટે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળા તથા એલ.સી.બી.ના અધિકારી/કર્મચારીઓને સખત સુચના આપેલ.
તા.૦૯/૦૯/૨૦૨૪ના રોજ ભાવનગર,એલ.સી.બી. સ્ટાફના માણસો પાલીતાણા ડીવીઝન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન *બાતમી મળેલ કે,* ગારીયાધાર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ કાયદેસરના વાલીપણાંમાંથી લગ્નના ઇરાદે અપહરણના ગુન્હામાં નાસતાં-ફરતા આરોપી સુનિલભાઇ બાબુભાઇ સોલંકી રહે.લુસડી તા.મહુવા જી.ભાવનગર હાલ-ગારીયાધારવાળા ખોડવદરી ગામે રોડ ઉપર ઉભેલ છે. જે બાતમી આધારે સ્ટાફના માણસોએ બાતમીવાળી જગ્યાએ આવતાં નીચે મુજબના નાસતાં-ફરતાં આરોપી હાજર મળી આવેલ.જેથી તેના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી ગારીયાધાર પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ.
*નાસતાં-ફરતાં આરોપીઃ-*
સુનિલભાઇ બાબુભાઇ સોલંકી ઉ.વ.૩૧ ધંધો-મજુરી રહે.લુસડી તા.મહુવા જી.ભાવનગર હાલ-ભોકડવા તા.સાવર કુંડલા જી.અમરેલી
*નાસતાં-ફરતાં આરોપીને પકડવાનો બાકી ગુન્હોઃ-*
ગારીયાધાર પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૮૦૧૯૨૦૦૬૮૩/૨૦૨૦ ઇ.પી.કો. કલમ-૩૬૩, ૩૬૬ મુજબ
*કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-*
પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળાના માર્ગદર્શન હેઠળ સ્ટાફના જયદાનભાઇ લાંગાવદરા, બીજલભાઇ કરમટીયા, ફાલ્ગુનસિંહ ગોહિલ, હરિચંદ્દસિંહ દિલુભા, શૈલેષભાઇ ચાવડા વગેરે સ્ટાફ જોડાયો હતો રિપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.