વિસાવદર પ્રાંત અધિકારીની કચેરી આગળના સ્પીડ બ્રેકર એટલે અકસ્માતને આમંત્રણ - At This Time

વિસાવદર પ્રાંત અધિકારીની કચેરી આગળના સ્પીડ બ્રેકર એટલે અકસ્માતને આમંત્રણ


વિસાવદર પ્રાંત અધિકારીનીકચેરી આગળના સ્પીડ બ્રેકર એટલે અકસ્માતને આમંત્રણવિસાવદર થી જુનાગઢ જતા રાજ્ય મુખ્ય માગૅ પર તાલુકાની સૌથી જવાબદાર કાર્યાલય પાસે આવેલા મસમોટા સ્પીડ બ્રેકર એ વારંવાર અકસ્માત સર્જે એવી રીતે બનાવવામાં આવ્યા છે.આ સ્પીડ બ્રેકરો પર અવારનવાર અકસ્માતો થઈ રહ્યા છે.અને શું આ સ્પીડ બ્રેકરો સરકારી અધિકારીઓને ધ્યાનમાં નથી આવતા રાજ્ય ધોરીમાર્ગ પર આ સ્પીડ બ્રેકરો કયા ધારા ધોરણ મુજબ બનાવ્યા છે તે ચર્ચામાં છે.આ રોડ પર પસાર થતા દરેક લોકો માટે માથાના દુઃખાવા સમાન છે.અને જો આ ગતિ અવરોધક રાખવાની આવશ્યકતા જ હોય તો જવાબદાર માગૅ વિભાગે સૂચક બોડૅ લગાડવું જોઈએ અથવા પ્રાંત ઓફીસે પણ આ બાબતને ગંભીરતાથી લેવી જોઈએ કેમ કે તેમના વાતાનુકૂલિત ગાડીઓમાં ફરતા અધિકારીઓ પણ આ સ્પીડ બ્રેકર પરથી વારંવાર પસાર થતા હોય છે.આ માટે પ્રાંત અધિકારી તથા સંલગ્ન વિભાગને જાગૃત નાગરિક પત્રકાર મુકેશ રીબડીયા આ સમાચાર માધ્યમથી સૂચિત કરે છે કે તાત્કાલીક ધોરણે આ મનઘડત સ્પીડ બ્રેકરો હટાવી અને લોકોને હેરાનગતિ થતી અટકાવો.નહિતર આગળની કાયૅવાહી માટે લેખિતમાં રજૂઆત કરવામા આવશે.સાઈન બોડૅ વગરના આ સ્પીડ બ્રેકરો ને કારણે કોઈ અકસ્માત થશે તો જવાબદાર વિભાગ અને અધિકારીઓની સામે કોર્ટ મેટર કરવામાં આવશે

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.