આનંદનગર કવાર્ટરમાંથી રેઢો 96 બોટલ દારૂ ઝડપાયો : બુટલેગર ફરાર - At This Time

આનંદનગર કવાર્ટરમાંથી રેઢો 96 બોટલ દારૂ ઝડપાયો : બુટલેગર ફરાર


આનંદનગર કવાર્ટરમાંથી રેઢો 96 બોટલ દારૂ ઝડપાયો : બુટલેગર ફરાર
Crime | Rajkot | 01 July, 2024 | 05:17 PM

ક્રાઇમ બ્રાંચની ટીમે રૂા. 33600નો મુદ્દામાલ કબ્જે કરી બુટલેગરની શોધખોળ આદરી
સાંજ સમાચાર
રાજકોટ તા.1
ક્રાઈમ બ્રાન્ચે કોઠારીયા મેઈન રોડ, આનંદનગર કોલોની ક્વાર્ટરની બાજુમા ઓરડીમાંથી દારૂની 96 બોટલ કબ્જે કરી આરોપી સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના હેડ કોન્સ્ટેબલ હરદેવસિંહ રાઠોડ, વિજયરાજસિંહ જાડેજા, સંજયભાઈ દાફડા તથા કોન્સ્ટેબલ વિજયભાઈ મેતા, કુલદિપસિંહ જાડેજા, દિપલબેન રાજેશભાઇ સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો દરમિયાન ખાનગી રાહે હકીકત મળેલ કે,વનરાજ દિપકભાઇ ઉર્ફે દલાભાઈ ડાવેરા નામનો ઈસમ કોઠારીયા મેઈન રોડ, આનંદનગર કોલોની ક્વાર્ટર બ્લોક નં. એચ-8 ની દિવાલની બાજુમાં આવેલ ભાડાની ઓરડીમાં દારૂનો જથ્થો રાખેલ છે. જે બાતમીના આધારે દરોડો પાડી તે સ્થળેથી ઓરડીમાંથી દારૂની 96 બોટલ કબ્જે કરી રૂ.33,600 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે વનરાજ દિપકભાઇ ઉર્ફે દલાભાઈ ડાવેરા સામે ગુનો દાખલ કરી શોધખોળ હાથ ધરી છે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.