જનડા પ્રાથમિક શાળામાં બેગલેસ ડે અંતર્ગત વ્યવસાયિક શિક્ષણ અપાયું. - At This Time

જનડા પ્રાથમિક શાળામાં બેગલેસ ડે અંતર્ગત વ્યવસાયિક શિક્ષણ અપાયું.


પ્રતિનિધી વનરાજસિંહ ધાધલ

બોટાદ જિલ્લાની ગઢડા તાલુકાની શ્રી જનડા પ્રાથમિક શાળામાં નવી શિક્ષણ નીતિ 2020 અંતર્ગત વ્યવસાયિક શિક્ષણના લક્ષ્યાંકને સિદ્ધ કરવા મિડલ સ્કૂલ ધોરણ 6 થી 8 માં દરેક શાળામાં બેગલેસ ડે નિર્ધારિત કરવામાં આવ્યા છે. તે લક્ષ્યાંકને પૂર્ણ કરવા આજરોજ તારીખ: 20/07/2024 ના રોજ તાજપર હાઈસ્કૂલના નિવૃત્ત શિક્ષક શ્રી બાબુભાઈ કળથીયા ના માર્ગદર્શન હેઠળ "સાબુ બનાવવાની રીત” નું પ્રત્યક્ષ શિક્ષણ આપવામાં આવ્યું હતું. જેમાં કોસ્ટિક સોડા અને ખાદ્ય તેલ ની મદદથી કેવી રીતે સાબુ બનાવી શકાય? તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ દરેક બાળકોને પ્રેક્ટીકલ કરાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત સેશનના બીજા ભાગરૂપે વનસ્પતિના વિવિધ બીજ માંથી સીડ બોલ બનાવવાની રીત અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વનસ્પતિના વિવિધ બીજ જેવા કે બોરસલી, બહેડો , ગુંદી, રાયણ , બદામ અને ઇન્દ્રામણી જેવા વિવિધ બીજ અને તેની ઉપયોગીતા વિશે બાબુભાઈ કળથીયા દ્વારા માહિતી આપવામાં આવી હતી અને ધોરણ 6 થી 8 ના બાળકોને બીજમાંથી સીડ બોલ તૈયાર કરી તેનું વાવેતર કરવા સૂચન કરવામાં આવ્યું હતું. આમ આ શાળાના શિક્ષક શ્રી વિજયભાઈ મકવાણા અને નિલેશભાઈ પટેલ ના માર્ગદર્શન હેઠળ નવી શિક્ષણ નીતિ 2020 ના લક્ષ્યાંકને પૂર્ણ કરવા વ્યવસાયલક્ષી શિક્ષણ (બેગ લેસ ડે) નું સુંદર આયોજન જનડા પ્રાથમિક શાળામાં કરવામાં આવ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.