જૂની અદાવતનો ખાર રાખી કારખાનેદાર પર પાડોશી ગેરેજ સંચાલકનો ધોકાથી હુમલો - At This Time

જૂની અદાવતનો ખાર રાખી કારખાનેદાર પર પાડોશી ગેરેજ સંચાલકનો ધોકાથી હુમલો


ગુલાબનગરની બાજુમાં આવેલ અમૃત ઉદ્યોગ મેઈન રોડ એકતા એન્જીનીયરીંગમાં જૂની અદાવતનો ખાર રાખી કારખાનેદાર પર પડોશી ગેરેજ સંચાલકનો ધોકાથી હુમલો કરતાં તેમને ઈજાગ્રસ્ત હાલતમાં સારવારમાં ખસેડાયો હતો. બનાવ અંગે આજીડેમ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ હતી.
બનાવ અંગે કોઠારીયામાં રોકડીયા પાર્ટી પ્લોટની બાજુમાં રહેતાં વિરેન્દ્રભાઈ ઉર્ફે લાલભાઈ હસમુખભાઈ (ઉ.વ.33) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે વિનુ વેલજી અણદાણીનું નામ આપી જણાવ્યું હતું કે, તેઓ અમૃત ઉદ્યોગ મેઇન રોડ ગુલાબનગરની બાજુમાં એકતા એન્જિનિયરિંગ નામનું કારખાનું ચલાવવી વેપાર કરે છે. ગઈકાલે બપોરના ત્રણેક વાગ્યાની આસપાસ તે પોતાના કારખાને મિત્ર આશિષભાઈ ગોહિલ સાથે બેઠો હતો ત્યારે કારખાનાની બાજુમાં સર્વિસ સ્ટેશન ચલાવતો સાગર અણદાણીના પિતા વિનુ અણદાણી તેમના હાથમાં લાકડાનો ધોકો લઈ કારખાને ઘસી આવેલ અને કારખાનામાં કામ કરતાં વિવેક કાળુભાઈ જેમને 15 દિવસ પહેલા સાગર અણદાણી સાથે માથાકૂટ કરેલ હોય જે બાબતનો ખાર રાખી ગાળો બોલી તેમને લાકડાના ધોકાથી ફટકારી હાથ અને પગમાં ઈજા પહોંચાડી હતી.
બાદમાં દોડી આવેલ તેમના મિત્રએ તેમને વધું મારમાંથી છોડાવી બાદમાં ઈજાગ્રસ્ત હાલતમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડેલ હતાં. બનાવ અંગેની ફરીયાદ પરથી આજીડેમ પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image