જલ હૈ તો કલ હૈ ગીરગંગા પરિવાર ટ્રસ્ટ ના જળ અભિયાન ને વેગ આપતા ભારદીયા પરિવાર દ્વારા દર વર્ષે પાંચ લાખ ની સખાવત - At This Time

જલ હૈ તો કલ હૈ ગીરગંગા પરિવાર ટ્રસ્ટ ના જળ અભિયાન ને વેગ આપતા ભારદીયા પરિવાર દ્વારા દર વર્ષે પાંચ લાખ ની સખાવત


જલ હૈ તો કલ હૈ ગીરગંગા પરિવાર ટ્રસ્ટ ના જળ અભિયાન ને વેગ આપતા ભારદીયા પરિવાર દ્વારા દર વર્ષે પાંચ લાખ ની સખાવત

રાજકોટ સ્વ.પુત્ર રવિકુમારની યાદમાં પિતાશ્રી અમુભાઈ ભારદીયા દ્વારા ગીરગંગા પરિવાર ટ્રસ્ટમાં
દર વર્ષે પાણી બચાવો માટે અનુદાન અર્પણ.
આજે આપણે બધા એકજ વાત કરીએ છીએ. હવે પછીનું ત્રીજું વિશ્વયુધ્ધ થશે તો પાણી માટે થશે. યુધ્ધ થાય કે ના થાય પણ આજે આફ્રિકા, બેંગ્લોર જેવી સ્થીતી અનેક દેશ અને શહેરમાં થઇ રહી છે. ત્યારે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા સંપૂર્ણ લોકભાગીદારીથી પૃથ્વીની સમગ્ર જીવસૃષ્ટીનાં રક્ષણ માટે વરસાદી પાણીને દરિયામાં જતું રોકવા માટે 135 થી વધુ ચેકડેમો રીપેરીંગ, ઊંચા, ઊંડા કરવા તેમજ નવા બનાવીને અઢળક પાણીનો જથ્થો રોકવાથી ખુબ મોટો ફાયદો થયો છે. તેમજ 11,111 ચેકડેમ બનાવવાનો સંકલ્પ શાકાર કરવા માટે,આવા સમયે લોકો અલગ અલગ પ્રકારના પ્રસંગો જેમ કે જન્મદિવસ-લગ્નદિવસ, પુણ્યતિથી, બાળકોના નામકરણ, વિધિમાં, દીકરીને કાર્યવારમાં તેમજ અનેક સારા પ્રસંગોમાં આપણે પૃથ્વી પરની સમગ્ર જીવ સૃષ્ટિની રક્ષા માટે આજીવન ફાયદો થતા વરસાદી પાણી ને રોકવા માટે નાના મોટા ચેકડેમો ને ઊંડા, ઊંચા, અને રીપેરીંગ કરી આજીવન આ પ્રસંગને યાદગાર બનાવીએ.અમુભાઈ ભારદીયા દ્વારા સમાજમાં પ્રકૃતિની રક્ષા માટે અનેક કર્યો કરી રહ્યા છે. તેમાં પોતાના પુત્ર-સ્વ. રવિકુમાર ભાદરીયાનાં સ્મરણ અર્થે રૂ. 5 લાખ દર વર્ષે ચેકડેમ માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટને રવિકુમારના જન્મદિવસને કાયમી યાદગાર બનાવવા ચેકડેમ આજીવન ઉપયોગ થાય તેવા હેતુથી સમાજને અર્પણ કરેલ તથા ભવિષ્યમાં જામનગર જીલ્લામાં ભાટિયા તાલુકામર્મા ટ્રસ્ટ દ્વારા ચેકડેમો બનાવવા, રીપેરીંગ કરવા કે ઊંડા, ઊંચા કરવાની કામગીરી કરશે તો તેમાં પણ રૂ. 11 લાખનું દાન આપવાની જાહેરાત કરેલ હતી.જામનગર ખાતે રવિ ટેકનો કસ્ટ પ્રા. લી. રાજકોટ અમુભાઈ ભારદીયા દ્વારા રવિકુમાર ભાદરીયા A/C હોલમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટનાં પાણી બચાવવાના અભ્યાનાને વેગ આપવા માટે સમાજના આગેવાનો, ઉદ્યોગપતિઓ અને પ્રકૃતિ પ્રેમી લોકોને બોલાવી ભવ્ય મિટિંગનું આયોજન કરેલ હતું. જેમાં અંજલીબેન ચતુર્વેદીએ પાણીનું મહત્વ લોકોને સમજાવી પોતે એક ચેકડેમ બનાવવા માટે દાન જાહેર કરેલ છે. તેમજ ઈ. એસોસીએસનનાં પ્રમુખ શ્રી લાખાભાઈ મેર તરફથી બીજી મિટિંગ માટેનું આયોજન પણ કરવાનું કીધું હતું.જામનગર ભાજપના શહેરી પ્રમુખશ્રી વિમલભાઈ પણ ગીરગંગા પરિવાર ટ્રસ્ટનાં પાણી બચાવો અભ્યાનામાં જ્યાં પણ જરૂર પડશે ત્યાં સંગઠન સાથે મદદરૂપ થશુ તેવી વાત કરેલ હતી અને લોકોને પણ આ કાર્યને વેગ આપવા માટે અપીલ કરી હતી.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વિશ્વકર્મા બાગ શ્રી જામનગર ગુર્જર સુતાર જ્ઞાતિ રવિકુમાર ભાદરીયા A/C હોલમાં પ્રમુખશ્રી રમણીકભાઈ ગોરેચા, ભરતભાઈ વડગામા, દયાળજીભાઈ ભાદરીયા(દીલીપ મામા), મંત્રી શ્રી હિમાંશુભાઈ આમરણીયા, ટ્રસ્ટી શ્રી અશોકભાઈ આમરણીય, નીલેશભાઈ ખરેચા દ્વારા જામનગર જીલ્લામાં વરસાદી પાણી બચે તેના માટે આ કાર્યક્રમનું આયોજન કરેલું હતું.ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખશ્રી દિલીપભાઈ સખિયા, પ્રકૃતિ પ્રેમી દિનેશભાઈ પટેલ, વિરાભાઈ હુંબલ, જમનભાઈ ડેકોરા, પ્રતાપભાઈ પટેલ, રમેશભાઈ ઠક્કર, સતિષભાઈ બેરા, કિશોરભાઈ કાથરોટિયા, અશોકભાઈ ધામેલીયા, લક્ષમણભાઈ શિંગાળા, ભરતભાઈ ભુવા, રમેશભાઈ જેતાણી, મનીષભાઈ માયાણી, વિઠ્ઠલભાઈ બાલધા, રતિભાઈ ઠુમ્મર, હાજર રહેલ હતા.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.