યુવકના હત્યારાને ઘટનાસ્થળે લઈ જઈ પોલીસે રિકન્સ્ટ્રક્શન કરાવ્યું
રાજકોટના ગાંધીનગરમાં રહેતાં સુરજ તેજસભાઇ ઠાકર (ઉં.વ.23) નામના યુવાનની તેના માતા અને ભાઈની નજર સામે જ પિતાના મિત્ર એવા કમલેશગીરી અરવિંદગીરી ગોસાઈએ પોતાના બે દિકરા જીગર અને જયદિપ સાથે મળી છરીના ઘા ઝીંકી ક્રૂર હત્યા કરી નાખી હતી. આ બનાવમાં વળતા હુમલામાં જીગર અને કમલેશગીરી તથા જયદિપને પણ ઇજા થઇ હતી. હત્યાના ગુનામાં પકડાયેલા કમલેશગીરી, તેના પુત્ર જયદિપના આજે બપોર બાદ ત્રણ દિવસના રિમાન્ડ પૂરા થયા હતાં. ઘવાયેલો જીગર હોસ્પિટલમાં દાખલ હોવાથી તેને ગઇકાલે રજા અપાતાં તેની પણ ધરપકડ થઈ હતી. આજે આ ત્રણેય આરોપી પિતા-પુત્રોને ગાંધીગ્રામ પોલીસે ઘટનાસ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરાવતાં ત્રણેયે ઘટના કઈ રીતે બની તેની વિગતો પોલીસને જણાવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.