મહિસાગર બ્રેકિંગ...... - At This Time

મહિસાગર બ્રેકિંગ……


મહિસાગર જિલ્લાના સંતરામપુર નગર પાલિકા ટાઉન હોલ ખાતે વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોરે સંતરામપુર તાલુકામાં અતિવૃષ્ટિના કારણે ૫૦૪ જેટલા ખેડૂતોને થયેલ નુકશાન માટે આર્થિક સહાય આપવામાં આવી. સાથે ૪૯૫ જેટલા ખેડૂતોને મકાનમાં થયેલ નુકસાની પેટે ૧૯.૮૦ લાખની સહાય આપવામા આવી. ૯ જેટલા ખેડૂતોને પશુ સહાય પેટે ૪ લાખની સહાય આપવામાં આવી.

તાલુકાના ગામ, ગ્રામપંચાયત તેમજ પોતાની આસપાસ સફાઈ રાખવા માટે અનુરોધ કર્યો.

વરસાદમાં નુકસાન પામેલ કાચા મકાનોને પ્રધાન મંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ સર્વે કરી અગ્રિમતા આપવા માટે પણ અઘિકારીઓને સૂચના આપવામા આવી.

આ તકે મોરવા હડફ વિધાનસભાના ધારાસભ્ય શ્રીમતી નિમિષાબેન સુથાર, તાલુકા પંચાયત પ્રમુખશ્રી હરેશભાઇ વળવાઈ, APMC ના ચેરમેનશ્રી શાંતિલાલ પટેલ, પરસોત્તમદાસ પટેલ,સચિનભાઈ શાહ સહિત પાર્ટીના હોદ્દેદારો, કાર્યકર્તાઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રી, મામલતદારશ્રી, સરપંચશ્રીઓ, લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.