“વૃક્ષ પર પક્ષીઓ બાંધે માળો.વૃક્ષ તો છે માનવ જીવનનો સહારો એક પેડ મા કે નામ - At This Time

“વૃક્ષ પર પક્ષીઓ બાંધે માળો.વૃક્ષ તો છે માનવ જીવનનો સહારો એક પેડ મા કે નામ


(રિપોર્ટર:ઝાકીર હુસેન મેમણ)
“ વૃક્ષ પર પક્ષીઓ બાંધે માળો...,વૃક્ષ તો છે માનવ જીવનનો સહારો”- એક પેડ મા કે નામ ...........

સાબરકાંઠા જિલ્લાને હરિયાળો બનાવવા હિંમતનગરની ધાણધા અને રાયગઢ નર્સરી ખાતે ૬ લાખ રોપાઓનો ઉછેર કરવામાં આવ્યો

પર્યાવરણની જાળવણી માટે વૃક્ષો અનિવાર્ય બન્યા છે તેથી લોકોમાં વૃક્ષારોપણ માટે જાગૃતિ આવી છે.

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરની ધાણધા અને રાયગઢ નર્સરી ખાતે ૬ લાખથી વધુ વૃક્ષોના રોપાનો ઉછેર કરવામાં આવ્યો છે. આ વૃક્ષોના વિતરણ માટે તંત્રએ વૃક્ષરથની શરૂઆત કરી છે. સાબરકાંઠાને હરિયાળો બનાવવાની નેમ સાથે વન વિભાગ દ્રારા વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે જેમા સામાજિક, શૈક્ષણિક તેમજ અન્ય સંસ્થાઓ ધ્વારા લોકજાગૃતિ માટે પ્રયત્નના પરીણામ સ્વરૂપ આજે લોકોમાં વૃક્ષારોપણ માટે ખાસ જાગૃતિ જોવા મળી રહી છે.
વન વિભાગ દ્રારા આ વખતે જિલ્લાના દરેક ગામે ગામ જઈને વ્યક્તિદિઢ એક વૃક્ષ રોપાવા કટિબંધ્ધ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વિશ્વ યોગ દિન ઉજવણી પ્રસંગે પણ વન વિભાગ દ્રારા યોગાભ્યાસુઓને રોપા વિતરણ કરાયા હતા. આ સિઝનમાં અત્યાર સુધીમાં આ બે નર્સરી દ્રારા ૩૩, ૦૦૦ રોપા વિના મૂલ્ય વીતરણ કરાયા છે. જ્યારે ૧૧,૫૦૦ થી વધુ રોપા રૂ. ૧ લાખના ચલણથી વીતરણ કરાયા છે.
આ રોપાઓમાં નીલગીરી, લીમડા, અરડુસા, આસોપાલ, ગુલમહોર, સરગવો, વડ્લો જેવા વૃક્ષોની સાથે સાથે ફળાઉ વૃક્ષ જેવા કે દાડમ, જામફલ, જાંબુ, આંબા, આંબળા, લીંબુ જેવા વૃક્ષોનો સમાવેશ થાય છે. નગોર, તુલસી, અરડુસી વગેરે જેવા ઔષધીય રોપાનુ વિતરણ કરવામાં આવી રહ્યું છે.
વર્ષ ૨૦૨૩-૨૪માં સાત વન કવચ ઉભા કરાયા હતા. આ વર્ષે નવા ૧૦ વન કવચ ઉભા કરવામાં આવશે.
નગરપાલિકા હિંમતનગરે ૫૧૦૦ વૃક્ષો વાવવાનો અને ઉછેરવાનો નિર્ધાર કર્યો છે. સામાજિક વનીકરણનાં સહયોગ થકી જિલ્લાનાં અન્ય ગામોમાં પણ ગ્રામજનોની સામૂહિક જનભાગીદારીથી આ પ્રકારની વૃક્ષારોપણની કામગીરી હાથ ધરીને આપણી ભાવિ પેઢીને ગ્લોબલ વોર્મિંગની અસરથી રાહત મળી શકે તેવા ઘનિષ્ટ વૃક્ષારોપણનાં પ્રયાસો માટે કટિબધ્ધ થવાં નાયબ વન સંરક્ષક શ્રી ખાસ હિમાયત કરી છે.
૦૦૦૦૦૦૦૦


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.