અમરેલીમાં ગૌભક્ત શ્રી શેખવાને મુક્ત કરવા હિન્દુ સંગઠનોની માંગ તથા ઉગ્ર આંદોલનની ચીમકી - At This Time

અમરેલીમાં ગૌભક્ત શ્રી શેખવાને મુક્ત કરવા હિન્દુ સંગઠનોની માંગ તથા ઉગ્ર આંદોલનની ચીમકી


અમરેલીમાં ગૌભક્ત શ્રી શેખવાને મુક્ત કરવા હિન્દુ સંગઠનોની માંગ તથા ઉગ્ર આંદોલનની ચીમકી

અમરેલી જિલ્લાના બાબરાના ગૌભક્ત અને વિશ્વ હિન્દુ પરિષદના તાલુકા પ્રમુખ શ્રી ગજેન્દ્રભાઈ શેખવાની પાસા હેઠળ થયેલી ધરપકડને અમરેલી જિલ્લા સહિત ગુજરાતના હિન્દુ સંગઠનોએ સખત શબ્દોમાં વખોડી કાઢી તાત્કાલિક તેને મુક્ત કરવા માંગ કરી.
અમરેલી જિલ્લાના હિન્દુ સંગઠનો આંતરરાષ્ટ્રીય વિશ્ર્વ હિંદુ પરિષદ, વિશ્વ હિન્દુ પરિષદ,બજરંગ દળ અને બીજા અન્ય સંગઠનો એ આજે તા 5-7-24 ના રોજ કલેકટર કચેરી અમરેલી ખાતે એક રેલી સ્વરૂપે આવીને જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપીને જણાવ્યું હતું કે બાબરાના વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ શ્રી ગજેન્દ્રભાઈ શેખવા હિન્દુ ધર્મની ગૌસેવા અને ગૌભક્તથી જાણીતાં છે. તેઓએ અત્યાર સુધીમાં 100 જેટલાં ગૌમુક્તિના વાહનો પોલીસ પાસે કબ્જે કરાવીને મોટી સંખ્યામાં ગાયોને કતલખાને જતી અટકાવી છે.આવા આગેવાનને કોઈપણ પ્રકારના અસામાજિક પ્રવૃત્તિ કરતા ન હોવા છતાં માત્ર પવનચક્કીઓ કે જે આડેધડ ગૌચરમાં ઊભી થઈ રહી છે તેમના વિરોધ માટે કંપનીઓનો હાથો બનીને પોલીસ તંત્ર અને વહીવટી તંત્રએ તેની સામે પાસાનો હથિયાર ઉગામીને પાલનપુરની જેલમાં બંધ કર્યા છે. એક તરફ હિન્દુત્વની વાત કરનાર રાજ્ય સરકાર હિન્દુ નેતાને આ રીતે કાયદાનો દુરુપયોગ કરીને જેલમાં બંધ કરે તે વાત અત્યંત નિંદનીય છે. તેવું નિવેદનમાં આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદના પ્રાંત અધ્યક્ષ શ્રી ડો. જી. જે. ગજેરા, અમરેલી જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ ઈતેશ મહેતા અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રમુખશ્રી સુરેશભાઈ સોલંકી જણાવ્યું છે.
આજના આવેદનપત્ર સમયે મોટી સંખ્યામાં હાજર રામ ભક્તો અને હિંદુ અગ્રણીઓએ એકી અવાજે હિન્દુ નેતા શ્રી ગજેન્દ્રભાઈ શેખવાને તાત્કાલિક મુક્ત કરવા રાજ્ય સરકારને વિનંતી કરી છે.સાથે સાથે માંગ કરીને એમ પણ જણાવ્યું છે કે આ પ્રક્રિયામા દોષિત અધિકારીઓ સામે પણ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે.રાજ્ય સરકાર જો તાત્કાલિક આ મુદ્દે કોઈ મહત્વના પગલાં નહીં ભરે તો આગામી દિવસોમાં સમગ્ર જિલ્લા સહિત રાજ્યભરમાં ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે. આંદોલન દેખાવો, રેલી, બંધ સ્વરૂપે સમગ્ર ગુજરાતમાં જોવા મળશે.
આજના આવેદનપત્ર આપનારાં આગેવાનો મનસુખભાઈ રૈયાણી, નિર્મળભાઈ ખુમાણ,પાર્થિવ જોષી ,વિરલ પરીખ ,બાબુલ ત્રિવેદી , મહાવીર વીંછિયા ,હસુ દુધાત ,વગેરે હાજર હતાં.જિલ્લાભરમાં આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે અને આગામી દિવસોમાં તમામ તાલુકાઓમાં અને રાજ્યના તમામ જિલ્લા મથકો ઉપર હિન્દુ સમાજ એ આવેદનપત્ર આપી રેલીઓ કરવાનો નિર્ણય કર્યો છે તેમ જાણવા મળે છે.એક તરફ રથયાત્રા છે બીજી તરફ હિન્દુ સમાજના અગ્રણીની ધરપકડ થી વાત વણસે તે પહેલાં સરકાર મુદાને ઉકેલી દેશે તેમ માનવામાં આવે છે.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.