સચિવાલયના બે ગેટ આખરે 7 વર્ષ પછી ખોલવાનો નિર્ણય
સલામતીના કારણોસર છેલ્લા 7 વર્ષથી બંધ રાખવામાં આવેલા સચિવાલય સંકુલના 2 ગેટ આખરે ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કચેરીના સમય દરમિયાન થતા ભારે ટ્રાફિકના કારણે ગેટ નં. 6 અને ગેટ નં. 7 ખોલવામાં આવશે. સચિવાલય સંકુલમાં છેલ્લે 2016માં લેવાયેલા નિર્ણય પ્રમાણે માત્ર 2 ગેટ ચાલુ રખાય છે. ગેટ નં. 1અને ગેટ નં. 4 પરથી તમામ કર્મચારીઓ, અધિકારીઓ, અરજદારોને પ્રવેશ આપવામાં આવે છે. ગેટ પર પ્રવેશતા તમામ મુલાકાતીઓના ઓળખકાર્ડ અને પાસની ચકાસણી કરાયાબાદ જ પ્રવેશ આપવામાં આવતો હોવાથી કચેરીઓ શરૂ થવાના સમયે બંને ગેટ પર લાઇન લાગે છે
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.