વીરપુર ગ્રામ પંચાયત ની બેદરકારી ના કારણે ૨૦૦ થી વધારે વસ્તી ગંદકીમાં રહેવા મજબૂર બની…
તલાવડી વિસ્તારમાં વરસાદી પાણી સાથે ગટરના દુષિત પાણીનો જમાવડો થતા તળાવ જેવી પરિસ્થિતિ નું નિર્માણ થઈ રહ્યું છે....
વિરપુર નગરના તલાવડી વિસ્તારમાં છાછવારે ગટરો ઉભરાતા ગટરોના દુષિત પાણીનો નિકાલ ન થતા ગટરો અને વરસાદી પાણી છેક ઘર આગળ આવી જાય છે ચોમાસાની શરૂઆત પૂર્વે જે વારંવાર ગ્રામ પંચાયતને મૌખિક રજૂઆતો કરવા છતાં પણ કાયમી કોઈ ઉકેલ ના આવતા સ્થાનિકો રોષે ભરાયા હતા, તલાવડી વિસ્તારમાં અંદાજીત ૫૦ થી વધારે મકાનો આવેલા છે અને ૨૦૦ થી વધારે વસ્તી ધરાવતા આ વિસ્તારમાં લાખો રૂપિયા ખર્ચીને ગ્રામ પંચાયત દ્વારા ગટરની વ્યવસ્થા ઉભી કરી છે ત્યારે ગટરની અ વ્યવસ્થાના લીધે ગટરના દુષિત પાણીમાં અવર જવર કરવા લોકો મજબૂર બન્યા છે સ્થાનીકો ગટરોના દુર્ગંધ મારતા વિસ્તારમાં વસવાટ કરવો તે મુશ્કેલ બન્યો છે આ વિસ્તારમાં આંગણવાડી કેન્દ્ર પણ આવેલું છે જ્યાં નાના ભૂલકાઓ પણ કાદવ કીચડથી ખદબદતા રસ્તા પરથી પસાર થવું પડે છે,હાલમાં ચોમાસાની શરૂઆત પૂર્વે પણ અવાર નવાર ગ્રામ પંચાયતને રજુઆતો કરવા છતાં ગ્રામ પંચાયત મગનું નામ મરી પાડવા તૈયાર નથી. ગટરના દુષિત પાણીથી,મચ્છરજન્ય ચામડીના રોગો મેલેરિયા જેવા રોગોની બીમારીથી રહીશો પીડાય છે,ત્યારે ગ્રામ પંચાયતનું વહીવટી તંત્રના પેટનું પાણી હલતુ નથી,સરકાર દ્વારા સ્વચ્છતાના નામે મસમોટા ખર્ચ કરી, ગામડે ગામડે નાટકો ભજવવામાં આવે છે,ત્યારે વિરપુર તલાવડી વિસ્તારના રહીશોની એકજ માંગ તત્કાલીન આ ગટરોના દુષિત પાણીનો કાયમી નિકાલ કરવામાં આવે,ગંદગીમાંથી બહાર કાઢોનો સ્થાનિકોનો એક જ સૂર,તલાવડી વિસ્તારના લોકો પર આવી પડેલી મુશ્કેલીને કારણે તલાવડી વિસ્તારમાં પાણી ક્યારે ઘરમાં ઘુસી જાય અને ઘરવખરીને નુકશાન થાય તેવો પ્રજાજનોને ડર સતાવી રહ્યો છે,ગંદગી કાયમી નેસ્ત નાબૂદ કરવામાં આવે તેવી સ્થાનિકોનોની માંગ ઉઠી છે....
રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વિરપુર મહીસાગર
7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.