પાનની દુકાનના ધંધાર્થીએ ગ્લાસ આપવાની ના પાડતા ચાર શખ્સોએ મારમાર્યો: દુકાનમાં તોડફોડ
રોડ આલાપ ગ્રીનસીટી ની પાછળ જે.કે.પાર્ક શેરી નંબર 2 માં રહેતા દીક્ષિતભાઈ અજયભાઇ પંડ્યા(ઉ.વ.24)એ ફરિયાદમાં વિશાલ વાળા, કુલદીપ બારૈયા, રોહિત રાઠોડ અને પ્રદીપ બારૈયાનું નામ આપતા તેઓ સામે મારામારી અને નુકસાન કર્યા અંગેની કલમ હેઠળ ગુનો નોંધી ફરિયાદ નોંધાવી હતી.
દીક્ષિતભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું મારા પરીવાર સાથે રહુ છું અને સાધુવાસવાણી રોડ ઉપર અનમોલ કોમ્પલેક્ષની સામે આશાપુરા પાન કોલડ્રિંકસ નામની દુકાન ચલાવું છું.ગઇ તા.26/10 ના રાત્રીના દોઢેક વાગ્યે હું મારી ઉપરોક્ત આશાપુરા કોલ્ડ્રીંકસનામની દુકાને હતો ત્યારે સામે રહેતો વિશાલ વાળા, કુલદીપ બારૈયા, રોહિત રાઠોડ અને પ્રદિપ બારૈયા કે જે અવારનવાર અમારી દુકાને આવતા હોય જેથી તેમને હું ઓળખ છું.તેઓએ મારી પાસે સોડા માંગી અને પ્લાસ્ટિકનો ગ્લાસ માંગેલા જેથી અમો પ્લાસ્ટિકના ગ્લાસ ન રાખતા હોય જેથી ના પાડતા ચારેય જણા મારા ઉપર ઉશ્કેરાઈ ગયા અને મને જપાજપી કરી ઢીકાપાટુનો માર માર્યો હતો.
દુકાનની બહાર પડેલ ખુરશી ટેબલ ઉપાડી મારી દુકાનમા ઘા કરેલા અને પફ મિશન, ખુરશી, ટેબલ તોડી નાખી ગાળો બોલવા લાગ્યા હતા અને મારી દુકાનમા આશરે રૂ.5000નુ નુકશાન કર્યું હતું.બાદમાં આ ચારેય જણાએ ત્યાથી જતા જતા મને કહેલ કે આજ તો જવા દવ છુ બીજીવાર હાથમા આવ્યો તો જોયા જેવુ થશે તેમ કહી જતા રહેલ હતા અને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.