ભાભર ઠક્કર પરિવાર ના વૃધ્ધ દંપતી નું અકસ્માતમાં મોત થતાં અરેરાટી.. - At This Time

ભાભર ઠક્કર પરિવાર ના વૃધ્ધ દંપતી નું અકસ્માતમાં મોત થતાં અરેરાટી..


એક ને ગંભીર ઈજાઓ..બે મહિલા સહિત બાળક ને સામાન્ય ઈજાઓ.

માંડલ પાસે કાર ઝાડ સાથે અથડાતાં ગમખ્વાર અકસ્માત

જમાઈ ની અંતિમક્રિયામાં ભાભરનો ઠક્કર પરિવાર કાર લઇને ભાભર થી અમદાવાદ જતા હતા ત્યારે તા.૧૪ને શુક્રવારની રાત્રે રસ્તામાં અકસ્માત નડયો હતો જેમાં બે વ્યક્તિઓના મોત તેમજ પરિવાર ના ચાર સભ્યોને નાની મોટી ઈજાઓ થતાં ભાભર પંથકમાં અરેરાટી પ્રસરી ગઇ હતી
જાણવા મળતી વિગત મુજબ ભાભર ના કારીયા પ્રભુલાલ કરશનલાલના જમાઈ વિનોદભાઈ કક્કડ નું માંદગી ના કારણે અમદાવાદ ખાતે અવસાન થયું હતું મૃતક જમાઈની અમદાવાદ મુકામે તારીખ ૧૫/૬/૨૪ શનિવારે સવારે અંતિમક્રિયા હોઇ તારીખ ૧૪/૬/૨૪ ના રાત્રે પ્રભુલાલ કારીયા પરિવાર સાથે અમદાવાદ જવા કાર લઇને રવાના થયા હતા અને તેમનાં પુત્ર રાજેશ કારીયા જેઓ ગાડી ચલાવતો હોઇ રાત્રિ ના સમયે માંડલ ગામ નજીક ફૂકલી ગામ પાસે ગાડી ઝાડ સાથે ટકરાતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં
પ્રભુલાલ કરશનલાલ કારીયા ઉ.વ આ. ૭૦ અને એમના ધર્મ પત્ની શાંતાબેન પ્રભુલાલ નુ અકસ્માતમાં અવસાન થયેલ તેમજ પુત્ર રાજેશ પ્રભુલાલ ને ગંભીર ઇજા થતા અમદાવાદ ખાતે રિફર કરેલ તેમજ પરિવારના સોહિનીબેન રાજેશભાઈ, સોનલબેન પ્રભુલાલ તેમજ રાજેશભાઈ નો નાનો પુત્ર ને ઇજા ઓ થયેલ છે.


9913475787
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.