સિટી બસની એજન્સીને એક સપ્તાહમાં વધુ 2 લાખનો દંડ
8 કંડક્ટરને સસ્પેન્ડ કરાયા જ્યારે 3 બ્લેક લિસ્ટ.
રાજકોટ શહેરમાં સિટી બસ સેવામાં હજુ પણ ઈલેક્ટ્રિક બસ પૂરતી મુકાઈ નથી આ કારણે ખખડધજ ડીઝલ બસ દોડી રહી છે અને તેનું સંચાલન કરતી એજન્સી ડાંડાઈ કરી રહી હોવા છતાં મનપા પાસે તેને નિભાવવા સિવાય કોઇ રસ્તો નથી. ભંગાર બની ગયેલી બસ બેફામ દોડે, અકસ્માતો કરે, કંડક્ટર અને ડ્રાઈવર દુર્વ્યવહાર કરે તેવા કિસ્સામાં એજન્સીને ફક્ત દંડ કરી છોડી મુકાય છે. આવું જ ફરી બન્યું છે અને એક સપ્તાહની કામગીરીમાં 2 લાખ રૂપિયાનો દંડ અપાયો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.