જિલ્લા પંચાયત આરોગ્ય શાખાના ફાર્માસિસ્ટ અને સ્ટાફ નર્સની તાલીમ યોજાઈ
જિલ્લા પંચાયત આરોગ્ય શાખાના ફાર્માસિસ્ટ અને સ્ટાફ નર્સની તાલીમ યોજાઈ
કોલ્ડ ચેઇન હેન્ડલર અને સિકલ સેલ અંગે માર્ગદર્શન અપાયું
ગીર સોમનાથ તા.૧૦: જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લા પંચાયત સભાખંડમાં ફર્સ્ટ અને સેકન્ડ કોલ્ડચેઈન હોલ્ડર્સ તાલીમ યોજવામાં આવી હતી. જેમાં જિલ્લા આરોગ્ય વિભાગના ફાર્માસિસ્ટ અને સ્ટાફ નર્સોએ ભાગ લીધો હતો.
ગીર સોમનાથ જિલ્લાના વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા આરોગ્ય વિભાગના ફાર્માસિસ્ટ અને સ્ટાફ નર્સને કોલ્ડ ચેઇન હેન્ડલર અને સિકલ સેલ રોગ અંગેની સમજણ આપી પદ્ધતિસરની તાલીમ આપવામાં આવી હતી.
જિલ્લા પંચાયત ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો.પી.એન.બરુઆના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ તાલિમમાં નિયમિત રસીકરણ માટે વેક્સીન, વેક્સીનની જરૂરિયાતો અને તેમની સારસંભાળ માટે કોલ્ડ ચેઈન હેન્ડલરની ભૂમિકાની સમજ આપવામાં આવી હતી.
વેક્સીનની સારસંભાળથી લઈને કોલ્ડ ચેઈન પોઈન્ટથી સ્થળ સુધી પહોંચાડવામાં કોલ્ડ ચેઈન હેન્ડલરની ભૂમિકા મહત્વની હોય છે. ગીર સોમનાથ જિલ્લામાં બાળકોમાં પણ વિવિધ રોગોથી બચવા માટે પૂર્ણ રીતે રસીકરણ થાય તેની અગત્યતા સમજાવી તજજ્ઞો દ્વારા સિકલસેલના લક્ષણો, સિકલસેલની સારવાર તેમજ સિકલસેલના રોગ ઓળખવા વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
