ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાએ ખીજદળ- ભોળદર અને બાલોચના રસ્તા માટે ઉચ્ચ કક્ષાએ કરી રજુઆત
રાણાવવાના બને ગામડાઓને જોડતા રસ્તા ને મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનામાં આવરી લેવા મુખ્ય મંત્રી ને કરી ભલામણ*.
ગોસા(ઘેડ) તા.૦૧/૧૦/૨૦૨૪
પોરબંદર જીલ્લાના કુતિયાણા-રાણાવાવ વિધાનસભા મત વિસ્તારના રાણાવાવ તાલુકાના ખીજડળ થી ભોડદળ અને ખીજદળથી બલોચ આ ગામડાઓના લોકોને અવર-જવર કરવા પડતી રસ્તાઓની વિટંબણોમાં થી મુક્ત કરવા મુખ્ય મંત્રી ગ્રામ સડક યોજનામાં સમાવેશ કરી વહેલી તકે મંજુર કરવા કુતિયાણા-રાણાવાવ મત વિસ્તારના યુવા અને લોક્લાડીલા ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ને પત્ર પાઠવી રજુઆત કરી છે.
કુતિયાણા-રાણાવાવ મત વિસ્તારના યુવા અને લોક્લાડીલા ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ કરેલ રજુઆતમાં જણાવેલ કે મારા કુતિયાણા મત વિસ્તારમાં આવતાં રાણાવાવ તાલુકા ખીજદળ ગામ થી ભોડદર ગામને જોડતા ૬ કિમી ના રસ્તા અને ખીજદળ ગામથી થી બલોચ ૪ કિમી સુધીના જોડતા આ બને ગામના રસ્તાઓ પ્રત્યે ગામડાઓની જનતાને અવર-જવર કરવામાં આ રસ્તાઓની બદહાલતના કારણે ભારે પરેશાની ભોગવવી પડે છે ત્યારે આ ગામડાંઓના લોકોને દૈનિક વાહન વ્યવહારમાં ઉપયોગી રસ્તાઓ હોય તેથી આ બને ગામોને જોડતા રસ્તાઓ તાત્ત્કાલિક ધોરણે મુખ્ય મંત્રી ગ્રામ સડક યોજના હેઠળ સમવેશ કરી આ રાસ્તા ઓના નવીનીકરણ કરવા રજુઆત કરી છે .
કુતિયાણા-રાણાવાવ વિધાનસભા મત વિસ્તારમાંના રાણાવાવ તાલુકાના ખીજદળ ગામ થી ભોડદર ગામને જોડતા ૬ કિમી ના રસ્તા અને ખીજદળ ગામથી થી બલોચ ૪ કિમી સુધીના જોડતા આ બને ગામના ગામડાંઓમાંના લોકોને રસ્તાઓની જે હાલાકી ભોગવવી પડે તેવા આ બને ગામડાઓને લોકોને કનડતા રસ્તાઓના નવીનીકરણ કરવા ૨૦૨૪/૨૫ માં મુખ્ય મંત્રી ગ્રામ સડક યોજનામાં આવરી લેવા પત્ર લખી ધારસભ્ય કાંધલભાઈ જાડેજાએ મુખ્ય મંત્રી ને રજુઆતમાં ભલામણ કરી છે .
રિપોર્ટર:- વિરમભાઈ કે. આગઠ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.