સુરેન્દ્રનગર વઢવાણ સંયુક્ત પાલિકામાં 21 ચેરમેનના સ્વૈચ્છિક રાજીનામાં
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
આગામી મહિનામાં નવા ચેરમેનોના નામો જાહેર કરાશે.
સુરેન્દ્રનગર પાલિકા પ્રમુખ સહિત ઉચ્ચ હોદ્દા પર નવી નિમણૂંક થઇ ગઇ, સમિતિઓમાં ચેરમેનપદ બાકી સુરેન્દ્રનગર વઢવાણ સંયુકત પાલિકાની પહેલી જ ચૂંટણીમાં ભાજપે કોંગ્રેસના સુપડા સાફ કરીને સત્તા મેળવી હતી પહેલી ટર્મની મુદ્દત પુરી થતી હોય પક્ષે બીજી ટર્મના પ્રમુખ તરીકે જીજ્ઞાબેન પંડયા, ઉપપ્રમુખ તરીકે પંકજભાઇ પરમાર, કારોબારી ચેરમેન તરીકે જીતેન્દ્રસિંહ ચાવડા અને દંડક તરીકે રાજેશ દોશીના નામની જાહેરાત કરી દીધી છે ત્યારે આગામી સમયમાં બોર્ડની બેઠક બોલાવીને નવા ચેરમેનોની જાહેરાત કરાશે ત્યારે પહેલી ટર્મના ચેરમેનોની મુદ્દત તા. 21 નવેમ્બરના રોજ પુરી થઇ રહી છે હજુ નવા ચેરમેનની વરણી કે નામની જાહેરાત કરી નથી ત્યારે મુદ્દત પુરી થઇ ગયા પહેલા પક્ષે પહેલી ટર્મના ચેરમેનોના રાજીનામા માંગી લેતા ગણગણાટ શરૂ થઇ ગયો છે વહેલા રાજીનામા માંગી લેવામાં આવતા ચેરમેનોનુ અપમાન કરવામાં આવ્યુ હોવાની વાત વહેતી થઇ છે પરંતુ ભાજપની સ્પસ્ટ બહુમતી અને પક્ષની અમાન્યતાને કારણે કોઇ ખુલીને બોલવા તૈયાર નથી જ્ઞાતિનું સમીકરણ મહત્વનું રહેશે ભાજપે સંયુકત પાલિકામાં પોતાની બીજી ટર્મના પ્રમુખ સહિતના હોદ્દેદારોના નામની જાહેરાત કરી દીધી છે ત્યારે આગામી સમયમાં ભાજપ પોતાના બીજી ટર્મના જુદા જુદા ખાતાના ચેરમેનોના નામની જાહેરાત કરશે જેમાં અત્યારે પક્ષમાં એવી વાતો ચાલી રહી છે કે, નવા ચેરમેનમાં પક્ષનો રિપીટ થીયરી અપનાવશે તેની સાથે સાથે ચૂંટાયેલા સદસ્યોમાં જ્ઞાતિનુ સમીકરણ જાળવીને રોષ ન થાય તે માટે પણ પ્રયાસ કરશે પક્ષના આદેશ મુજબ કાર્યવાહી કરાઈ સંયુકત પાલિકામાં ચૂંટાયેલા તમામ સદસ્યો ભાજપના છે સામાન્ય રીતે નવા પ્રમુખ અને ઉપપ્રમુખની જાહેરાત થઇ ગયા બાદ જૂની બોડીના ચેરમેન રાજીનામા આપી દેતા હોય છે અત્યારે પાર્લામેન્ટની સુચના મુજબ સદસ્યોએ સ્વૈચ્છાએ રાજીનામા આપ્યા છે આગામી દિવસોમાં બોર્ડ બોલાવીને બીજી ટર્મના ચેરમેનોની પણ પક્ષની સુચના મુજબ જાહેરાત કરવામાં આવશે હિતેન્દ્રસિંહ ચૌહાણ જિલ્લા ભાજપ પ્રમુખે જણાવેલ હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.