ગેસ સિલિન્ડર સમયસર ન મળતા નવા ચામુ ના લોકોએ ગાડી રોકીને રોષ ઠાલવ્યો - At This Time

ગેસ સિલિન્ડર સમયસર ન મળતા નવા ચામુ ના લોકોએ ગાડી રોકીને રોષ ઠાલવ્યો


વડાલી દેવી કૃપા ગેસ એજન્સીની લાલિયાવાડી ગ્રાહકોને બોટલો ન મળતા ગ્રામ જનોએ ગાડી રોકતા આખરે ગેસની બોટલો અપાઈ.

વડાલી દેવી કૃપા ગેસ એજન્સીની મનમાનીના કારણે ગ્રાહકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે વડાલી ખાતે આવેલ દેવી કૃપા ગેસ એજન્સીમા ભારત ગેસ બોટલની બુકિંગ કરાવ્યા બાદ પણ સમયસર ડિલીવરી ન આપતા અને ગેસની બોટલોનું બારો બાર વેચાણ થતુ હોવાનું ગ્રામ જનોએ આક્ષેપો કર્યા.

વડાલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમા દેવી કૃપા ગેસ એજન્સી દ્વારા સમયસર ભારત ગેસની બોટલની ડીલીવરી આપવામાં આવતી ન હોવાનુ અને ગેસની બોટલો બારોબાર વેચાણ કરવામાં આવી રહ્યું હોવાના લોકોએ આક્ષેપો કર્યા છે ત્યારે વડાલી પૂરવઠા વિભાગ દ્વારા શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ભારત ગેસ કનેકશન ધરાવતા ગ્રાહકોને બુકિંગ કર્યા બાદ સમયસર ગેસની ડિલિવરી આપવા માટે દેવી કૃપા એજન્સીની નિમણુક કરવામાં આવી છે ત્યારે છેલ્લા ગણા સમયથી ગ્રામ્ય વિસ્તારોમાં ગેસની બોટલોની સમયસર ડિલિવરી ન મળતી હોવાની બુમરાણ ઉઠવા પામી છે ત્યારે ગત તા.6 ના બુધવારના રોજ તાલુકાના નવાચામુ ગામે સાંજના સુમારે દેવી કૃપા એજન્સીના કર્મચારીઓ ટ્રેકટરમાં ગેસની બોટલો લઈ ગ્રાહકોને આપવા આવેલ હતા ત્યારે ગેસ બોટલની બુકિંગ કરાવેલ ગામના ગ્રાહકો ગેસની ખાલી બોટલો લઈ ડિલિવરી વાહન પાસે આવ્યા હતા જયાં ગેસ એજન્સીના કર્મચારીએ ગેસની એક્ જ બોટલ હોવાનુ જણાવતા લોકોએ હોબાળો મચાવી ગેસ ડિલિવરી વાહન અટકાવ્યું હતુ અને અત્યારેજ અમોને ગેસ બોટલ મળવી જોઈએ તેવી ગ્રામજનોએ બૂમરાણ મચાવતા મોડી સાંજે અન્ય એક ગાડી મારફ્તે કેટલાક ગ્રાહકોને ગેસની બોટલો આપવામાં આવી હતી અને બાજુના મોકમપૂરા ગામના કેટલાંક ગ્રાહકો ગેસની બોટલ વિના રહ્યા હતા ત્યારે અહીના વિસ્તારના લોકોએ દેવી કૃપા એજન્સી સામે આક્ષેપો કરી જણાવ્યુ હતુ કે ગેસની સમયસર ડિલિવરી મળતી નથી અને ગેસની બોટલો બારોબાર વેચી મારવામાં આવતી હોવાનુ જણાવ્યુ હતુ ત્યારે વડાલી ખાતે આવેલ દેવી કૃપા ગેસ એજન્સી દ્વારા ઈન્ડિયન ગેસ બોટલની ડિલિવરી માટે ગ્રાહકોની વારંવાર ઉઠવા પામતી ફરિયાદો સામે પૂરવઠા વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી ગ્રામ જનોની ઉગ્ર માંગ ઉઠવા પામી છે.

વડાલી પૂરવઠા વિભાગનાં અધિકારી દ્વારા જણાવાયુ કે આ બાબતે મને કોઈ ખબર નથી અને આ બાબતે હું ગેસ એજન્સીમાં પૂછી જણાવું તેમ ગોળગોળ જવાબ આપી પોતાની જવાબદારી માંથી છટકી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે.

પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા

મો ન 9998340891


9998340891
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.