રાજકોટનાં કોઠારિયા અને રૈયા સહિતના વિસ્તારોમાં દબાણકર્તાઓને આખરી નોટિસ ઈસ્યુ કરી, સ્વૈચ્છાએ જમીન ખાલી કરવા આદેશ
રાજકોટ શહેરમાં જમીનના ભાવ આસમાને પહોંચી જતા ભૂમાફિયાઓએ સરકારી જમીનોમાં અડ્ડો જમાવી કરોડોની કિંમતની સરકારી જમીનમાં દબાણ કરી લીધું છે. જે અંતર્ગત અગાઉ પણ કલેક્ટર તંત્ર દ્વારા દબાણો દૂર કરી કરોડોની જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી. ત્યારે હવે ફરી દબાણકર્તાઓને આખરી નોટિસ ઇસ્યુ કરી સ્વૈચ્છાએ જમીન ખાલી કરવા આદેશ અપાયો છે. જેને લઈને દિવાળી બાદ ફરી કલેક્ટર તંત્ર દ્વારા સરકારી જમીન પર થયેલ દબાણો દૂર કરવા બૂલડોઝર ફેરવાશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.