ખુલ્લા પ્લોટના ઘાસમાં લગાડેલી આગના લબકારા શો-રૂમ ઓફિસમાં પહોંચ્યા: 10 લાખનું નુકસાન - At This Time

ખુલ્લા પ્લોટના ઘાસમાં લગાડેલી આગના લબકારા શો-રૂમ ઓફિસમાં પહોંચ્યા: 10 લાખનું નુકસાન


ખુલ્લા પ્લોટના ઘાસમાં લગાડેલી આગના લબકારા શો-રૂમ ઓફિસમાં પહોંચ્યા હતા. જ્યાં આગ લાગતા 10 લાખથી વધુનું નુકસાન થયું હતું. રૈયા રોડ આલાપ ગ્રીન સિટી પાસે આ ઘટના બની હતી શો - રૂમ માલિકે ઘાસમાં આગ લગાડનાર બે શખ્સ સામે યુનિવર્સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં પ્રિયાંશુભાઈ જયેશકુમાર શાહ (ઉ.વ.37, રહે.સદગુરુ તિર્થધામ આમ્રપાલી સિનેમા પાસે)એ જણાવ્યું કે, મારે વર્ધમાન સેલ્સ નામની દુકાન જે નં.501 શ્રીહરી એમ્પાયર તુલસી સુપરમાર્કેટની સામે રાજકોટ ખાતે આવેલ છે. મારે 1100 સ્કવેર ફીટનો ઈલેક્ટ્રોનીક સામાનનો શો-રૂમ આવેલ છે. જે શો રૂમની અંદર બાર જેટલા ઓફીસ વર્કર તરીકે માણસો કામ કરે છે.
આ શો રૂમ મારી એકલી માલીકીનો આવેલો છે. જે શો-રૂમની ડાબી બાજુએ રોડની પાસે આલાપગ્રીન સીટીની બાજુનો ખુલ્લો પડતર મોટો પ્લોટ આવેલ છે. તા.5/3/2025ના રોજ હું મારા નિત્યક્રમ મુજબ મારી ઉપરોક્ત ઓફીસ ખાતે બપોરના કલાક અઢી વાગ્યે ઓફીસે પહોંચેલ હતો. ત્યારે મારી ઓફીસે મારા કૌટુંબિક ભાઈ જયદીપભાઈ હરકાંતભાઈ કામદાર હતા.
તે સિવાયના મારી ઓફીસ સ્ટાફના માણસો સવારના સાડા નવથી હાજર હતા. આ વખતે મેં ઉપરના માળેથી જોયુ તો આલાપ ગ્રીનસીટીની બાજુનો ખુલ્લો પડતર પ્લોટ આવેલ છે ત્યાં મોટુ મોટું સૂકુ ઘાસ આવેલ હોય તે ઘાસને સાફ કરવા અને બાળવાની કામગીરી બે માણસો કરતાં જોવામાં આવેલ હતાં આ બંને માણસો આજુબાજુમાં જોયા વગર પોતે બીજાની જિંદગી જોખમાય તે રીતે આ ઘાસને સળગાવાનુ ચાલુ રાખતા બપોરના સાડા ત્રણેક વાગ્યે આ આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં તે આગનો એક તણખો અમારા દુકાનની બારીના ફ્લેક્સ બેનરને અડી જતાં આ આગના કારણે અમારા દુકાનનો રોડ સાઈડના કાચને અડી જતાં ત્યાં રહેલ એસીના ઘણા બધા પાર્ટ્સ પડેલા હોય જે પાર્ટ્સ બોક્સ સહીત સળગવા લાગેલ હતા.
તેમજ બારીઓમાં રહેલા તમામ કાચ આગના કારણે તૂટી ગયેલા હતા. કોમ્પલેક્સમાં રહેલ પાણીની ફાયર સેફ્ટીની પાઈપ દ્વારા આગને કાબૂ મેળવવા માટે પ્રયત્નો કરેલ હતા. દુકાનમાં રહેલ એક એસી તથા ચાર કોમ્પ્યુટર તથા ડીસપ્લેનું બોર્ડ તથા થોડુ ફર્નીચર તથા પંખો વિગેરે સામાન સળગી ગયેલ હતો. તે દરમ્યાન મહાનગર પાલીકાની ફાયર ફાયટર ટીમ આવી ગયેલ હોય જેઓએ આ આગને બૂઝાવવા માટે પ્રયત્નો કરેલ હતો.
આગ અમારી દુકાનના બીજા ભાગમાં પ્રવેશી શકેલ ન હોય જેથી દુકાનના બીજા ભાગમાં આગ પ્રવેશતા પહેલા તેની પર કાબૂ મેળવી લીધેલ હતો. અમારી દુકાન તથા ઉપરના કોમ્પલેક્સના છઠઠ્ઠા માળે દુકાનવાળા વિશાલભાઈ કાનજીભાઇ ટાટમીયાના ઓફીસમાં આગનો તણખો લાગી જતાં જેનાં બાલકનીના તમામ કાચ તૂટી જતાં અંદર રહેલાં એન્જીનયર ભાવેશભાઇ વશરામભાઇ વઘેરાને આ કાચ પગના તળીયામાં વાગી જતાં ઇજા થયેલ હતી.
આ દુકાનના માલીક વિશાલ ભાઇની દુકાન ઉપર રહેલ સોલાર પેનલમાં પણ આગ લાગી જતાં આ સોલાર પેનલમાં નુક્શાન થયેલ હતુ. આ લગાડનાર બે ઇસમોના નામ જાણવા મળેલ જેમાં દિપકભાઇ પટેલ તથા હસમુખભાઈ લાઠીયા હોવાનું જાણવા મળેલ હતું. આ આગના બનાવમાં આશરે રૂ।10 લાખથી વધુનું નુક્શાન થયેલ હોય જેથી ઉપરોક્ત બંને ઇસમો વિરુધ્ધ ધોરણસર થવા મેં ફરીયાદ નોંધાવી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image