10 રાજકોટ લૉક સભાની 72 જસદણ વિધાનસભા કાર્યાલય ના ઉદ્ઘાટન પ્રસંગે ક્ષત્રિય સમાજની રૂપાલાએ ફરી માફી માંગી ભૂલ મારી છે PM સામે વિરોધ ના કરો સાથે બાજરાના ઢગલાની વાત કરતા લૉકૉમા આશ્ચર્ય - At This Time

10 રાજકોટ લૉક સભાની 72 જસદણ વિધાનસભા કાર્યાલય ના ઉદ્ઘાટન પ્રસંગે ક્ષત્રિય સમાજની રૂપાલાએ ફરી માફી માંગી ભૂલ મારી છે PM સામે વિરોધ ના કરો સાથે બાજરાના ઢગલાની વાત કરતા લૉકૉમા આશ્ચર્ય


(નરૅશ ચૉહલીયા દ્વારા જસદણ)

કોંગ્રેસ મુક્ત પાલિકા માત્ર ચાર કોંગ્રેસી સદસ્યો છે તેઓ પણ મારા સંપર્કમાં મંત્રી કુંવરજી બાવળીયા જસદણ પાલીકા આટકોટ અને સાણથલી પંથકમાંથી પાખી હાજરી થી આશ્ચર્ય

જસદણ શહેરના કમળાપુર રોડ ઉપર આવેલ જન સંપર્ક કાર્યાલયની બાજુમાં 72 જસદણ વિધાનસભા મા 10 રાજકોટ લોકસભા પરશૉતમભાઇ રૂપાલા સાહેબના ચૂંટણી કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું અહીં જસદણ વિછીયા ના ધારાસભ્ય અને રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાની મહૅનત અનૅ પ્રયત્નો ના માનને ખાતર મોટી હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા આ સમયે જસદણ નગરપાલિકા વિસ્તાર તથા આટકોટ જિલ્લા પંચાયત સીટ અને સાણથલી જિલ્લા પંચાયત સીટ માંથી પાખી હાજરી જોવા મળી હતી તેની આગેવાનો દ્વારા નોંધ લેવાઈ હતી મંત્રી કુંવરજીભાઈ બાવળીયા રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલા રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારીયા પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ ભરતભાઈ બોઘરા સહિત રાજકોટ જિલ્લા જસદણ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આતકે રાજકોટ લોકસભાના ભાજપ ઉમેદવાર પરસોતમ રૂપાલાએ ક્ષત્રિયો સામે કરેલી ટિપ્પણી માટે વધુ એક વખત ક્ષત્રિયોની માફી માગતા જસદણ ખાતે કહયું હતું કે, ભૂલ મારી છે- પી.એમ. સામે વિરોધ ના કરો તેમ કહીને ફરી એક વખત માફી માગી હતી. તેમણે જસદણ ખાતે ભાજપ ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે કહયું હતું કે, મેં ભૂલ કરી છે તેની માફી પણ માગી છે પણ મારા કારણે આ દેશ માટે ૧૮-૧૮ કલાક કામ કરનાર વડાપ્રધાન સામે વિરોધ યોગ્ય નથી. જે વ્યક્તિ ૧૪૦ કરોડની જનતાને પોતાનો પરિવાર સમજે છે તેની સામે વિરોધ ન કરો. તેમની સામેનો આક્રોશ યોગ્ય નથી માટે પુન: વિચાર કરો. ચૂંટણીની હારજીત માટે નહિ પણ સારા સમાજ જીવન માટે આપ સૌને અપીલ કરૂ છું. ક્ષત્રિય સમાજે દેશ અને આ પક્ષ માટે કરેલી કામગીરી અને યોગદાન ભૂલી શકાય તેમ નથી. આ તકે જસદણના રાજવી સત્યજીતકુમાર ખાચર, વાંકાનેરના રાજવી અને રાજ્ય સભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલા ચેમ્બરના પ્રમુખ અશોકભાઈ ધાધલ તાલુકા પંચાયતના સદસ્ય શાંતુભાઈ ધાધલ અન્ય ક્ષત્રિય આગેવાનો હાજર રહ્યા હતા આ તકે જસદણના ધારાસભ્ય અને રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું હતું કે જસદણ નગરપાલિકામાં ચાર કોંગ્રેસી સદસ્યો છે તેઓ પણ મારા સંપર્કમાં છે અગામી દિવસોમાં નગરપાલિકા કોંગ્રેસ મુક્ત થશે આ ઉપરાંત તાલુકા પંચાયતના સદસ્યો ગ્રામ પંચાયતના સદસ્યો સહિત અનેક ભાજપમાં જોડાશે તેમ જણાવ્યું હતું વધુમાં તેમણે વિવિધ વિકાસ કાર્યો અને સરકારની યોજનાઓ અંગે માહિતી આપી હતી અને જસદણ વિછીયા પંથકને કદી ન થયા હોય તેવા વિકાસ કાર્યોની ભેટ આપી છે તેમ જણાવ્યું હતું આ કાર્યક્રમમાં જસદણ પંથક માંથી કુવરજીભાઈ બાવળીયા અને રૂપાલા સાહેબને માન આપી અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા બેસવાની ખુરશીઓ ભરચક થતા લોકોને ઊભું રહેવું પડ્યું હતું એટલી મેદની થતા હવે જંગી લીડ જસદણમાંથી અપાવવાનો કુવરજીભાઈએ કોલ આપ્યો હતો તાલુકા ભાજપ પ્રમુખ ભાવેશભાઈ વેકરીયા શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ મકાણી સહિત ભારતીય જનતા પાર્ટીના વિવિધ હોદ્દેદારોને ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન એડવોકેટ પ્રકાશભાઈ પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું હતું

ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય કેબિનેટ મંત્રી અને રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલા ઍ માર્મીક કટાક્ષ કરતાં જણાવ્યું હતું કે એક પટેલને ત્યાં સારો એવો બાજરો પાક્યો હતો અને ફળિયામાં ઢગલો કર્યો અને પટલાણી ને કહ્યું આ બધું તારે દળવાનું છે ત્યારે પટલાણીએ દવા પીધી અરે આ બાજરૉ ખાઈએ તેટલૉ જ દળવાનૉ હતૉ આમ ઢગલૉ નહીં જૅવા ગર્ભીત ટોણા સાથે ટકોર મારતા સૌ કોઈ અચરજ સાથૅ વિચાર કરતા થઈ ગયા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.