ઠોંડા ગામે પ્રા.શાળામાં કન્યા કેળવણી અને પ્રવેશોત્સવની ઉલ્લાસભેર ઉજવણી કરાઈ
ઉમરાળાના ઠોંડા ગામે પ્રાથમિક શાળા ખાતે તાલુકા વિકાસ અધિકારી મકવાણાના અધ્યક્ષ સ્થાને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો દીપ પ્રાગટ્ય TDO મકવાણા,સી.આર.સી.યુવરાજસિંહ સાથે ગ્રામજન કરશનભાઈ ડાંગર,સહિતના જોડાયા હતા આચાર્ય કોકિલાબેન રેવર,શાળાના શિક્ષક સ્ટાફ અને આંગણવાડી ના બહેનો તથા વાલીઓ ગામના અગ્રણીઓ સહીત ગામજનોની ઉપસ્થિતમાં કાર્યક્રમ યોજાયો હતો વધુમાં વિધાર્થી બાળકોને મોબાઇલ નો વપરાશ વધુ ના કરવો જોઇએ અને પહેલા અભ્યાસ પૂર્ણ કરી લો દિકરી દિકરાને ખુબ અભ્યાસ કરાવવા વાલીઓને ટકોર કરેલ ઠોંડા શાળાના બાળકોને અધિકારીઓ અને દાતાઓના હસ્તે ઈનામો એનાયત કરવામાં આવેલ વિધાર્થી ભૂલકાઓને શિક્ષણ કીટ અર્પણ કરી સન્માનિત કરાયા કાર્યક્રમને સફળ બનાવવા શાળાના શિક્ષકો શિક્ષિકા બહેનોએ ભારે જહેમત ઉઠાવેલ
રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા
+1919825372002
આ પ્રકારના તમામ સમાચાર માટેે
