જેતપુરમાં જુગાર રમતા ત્રણ શખ્સો પકડાયા - At This Time

જેતપુરમાં જુગાર રમતા ત્રણ શખ્સો પકડાયા


શ્રાવણ માસ આવતા જ જુગારની મોસમ ખીલી હોય તેમ રહેણાંક મકાન તો જાહેરમાં જુગાર રમી રમાતો હોય છે ત્યારે પોલીસ પણ જુગારના દૂષણને ડામી દેવા સતર્ક બની હોય ત્યારે જેતપુર સિટી પોલીસે ખાનગી બાતમીદાર મારફતે જેતપુરના અમરનગર રોડ, નવરંગ બંગલા પાછળ, શુકન એપાર્ટમેન્ટ પાસે જાહેર રોડ ઉપર જુગાર રમતા ત્રણ શખસોને રૂા.૬૦,૨૩૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. જેતપુર સિટી પોલીસના પીઆઈ એ.ડી. પરમારના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમને અમરનગર રોડ, નવરંગ બંગલા પાછળ, શુકન એપાર્ટમેન્ટ પાસે જાહેર રોડ ઉપર જુગાર રમતા હોય જે બાતમીના આધારે દરોડો પાડી જુગાર રમતા પ્રકાશભાઈ મહેશભાઈ પાંભર, ભાવિનભાઈ મુકેશભાઈ પીઠવા, હાર્દિકભાઈ ભીમજીભાઈ પાંભરને રોકડ રૂા.૧૦, ૨૩૦ તેમજ મોબાઈલ નંગ-૩ કિ.રૂા.૫૦,૦૦૦ મળી કુલ મુદ્દામાલ રૂા.૬૦,૨૩૦ સાથે ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી.


9727957605
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.