સ્વિમિંગમાં કર્ણાટકની યુવતીએ પોતાનો જ રેકોર્ડ બે વાર તોડ્યો, 200,800 અને 1500 મીટરમાં 8 વર્ષ જૂના પરિણામો બદલાયા - At This Time

સ્વિમિંગમાં કર્ણાટકની યુવતીએ પોતાનો જ રેકોર્ડ બે વાર તોડ્યો, 200,800 અને 1500 મીટરમાં 8 વર્ષ જૂના પરિણામો બદલાયા


રાજકોટના આંગણે ચાલી રહેલા 36મા રાષ્ટ્રીય ખેલમાં નવા ચાર રાષ્ટ્રીય રેકોર્ડ નોંધાયા છે. જેમાં કર્ણાટકની એસ. લક્ષ્યાએ તો એક જ દિવસમાં પોતાનો જ રેકોર્ડ તોડીને નવું સીમાંકન હાંસલ કર્યું છે.

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર પુરુષોની 1500 મીટર ફ્રી સ્ટાઈલ સ્પર્ધા મધ્યપ્રદેશના અદ્વૈત જૈનએ 15 મિનિટ તથા 54.79 સેકન્ડમાં પૂરી કરીને, વર્ષ 2015ના રાષ્ટ્રીય ખેલનો સજનનો 15 મિનિટ 55.78 સેકન્ડનો રેકોર્ડ તોડીને નવો રેકોર્ડ કાયમ કર્યો છે. જ્યારે 800 મીટર ફ્રી સ્ટાઈલ મહિલાઓની સ્પર્ધા દિલ્હીની ભવ્યા સચદેવાએ 9 મિનિટ 15.24 સેકન્ડમાં પૂરી કરીને. વર્ષ 2015નો આકાંક્ષા વોરાનો 9:15.30 મિનિટનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. અને 6 સેકન્ડના ફરકથી ભવ્યાએ નવો રેકોર્ડ બનાવ્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.