ભણવા મુદ્દે માતાના ઠપકાથી કોલેજિયન યુવતીનો આપઘાત - At This Time

ભણવા મુદ્દે માતાના ઠપકાથી કોલેજિયન યુવતીનો આપઘાત


ધુળેટીના દિવસે બે બનાવમાં યુવતી, તરુણીએ જિંદગી ટૂંકાવી

અન્ય બનાવમાં​​​​​​​ તરુણીએ અગમ્ય કારણોસર ફાંસો ખાઇ જીવ દીધો

ધુળેટીના તહેવાર પર કોલેજિયન યુવતીએ માતાના ઠપકાથી અને બીજા બનાવમાં તરુણીએ અગમ્ય કારણોસર ફાંસો ખાઇ આપઘાત કરી લીધાના બનાવ બન્યા છે. પ્રથમ બનાવમાં સહકારનગર મેઇન રોડ, દામજી મેપા પ્લોટમાં રહેતી વિશ્વા પુનાભાઇ ખાંડેરખા નામની યુવતીએ બુધવારે સવારે તેના ઘરે ચૂંદડીથી ગળાફાંસો ખાઇ લીધો હતો. બનાવની પરિવારને જાણ થતા 108ને જાણ કરી હતી.

બીજા બનાવમાં ભાવનગર રોડ, રાજમોતી મિલ પાછળ, સીતારામ સોસાયટીમાં રહેતી પૂજા જયંતીભાઇ કુવાડિયા નામની 16 વર્ષીય તરુણીએ બુધવારે સાંજે તેના ઘરે ગળાફાંસો ખાઇ લીધો હતો. ફ્રૂટનો ધંધો કરી પરિવારનું ગુજરાન ચલાવતા જયંતીભાઇની પૂછપરછમાં ગઇકાલે સાંજે પોતે પત્ની અને પુત્રોને લઇ નજીક જ રહેતા પિતાને ત્યાં બેસવા ગયા હતા. જ્યારે પૂજા ઘરે બંગડી ભાંગવાનું કામ કરતી હોય તે ઘરે જ રોકાઇ હતી. બાદમાં રાતે પાડોશીએ ફોન કરી પૂજાએ ગળાફાંસો ખાઇ લીધાની જાણ કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.