મહીસાગર : આજ રોજ "હરઘર ત્રિરંગા" અભિયાન અંતર્ગત કડાણા તાલુકાના દિવડા કોલોની મુકામે દિવડા પોલીસ સ્ટેશનથી કડાણા મામલતદાર કચેરી સુધી ભવ્ય "તિરંગા યાત્રા" નું આયોજન કરવામાં આવ્યું. - At This Time

મહીસાગર : આજ રોજ “હરઘર ત્રિરંગા” અભિયાન અંતર્ગત કડાણા તાલુકાના દિવડા કોલોની મુકામે દિવડા પોલીસ સ્ટેશનથી કડાણા મામલતદાર કચેરી સુધી ભવ્ય “તિરંગા યાત્રા” નું આયોજન કરવામાં આવ્યું.


મહીસાગર : આજ રોજ "હરઘર ત્રિરંગા" અભિયાન અંતર્ગત કડાણા તાલુકાના દિવડા કોલોની મુકામે દિવડા પોલીસ સ્ટેશનથી કડાણા મામલતદાર કચેરી સુધી ભવ્ય "તિરંગા યાત્રા" નું આયોજન વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી શ્રી કુબેરભાઈ ડીંડોર ની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું.

જેમાં વિશાળ સંખ્યામાં રાષ્ટ્રપ્રેમી યુવાઓ, વડીલો, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી દેશની એકતા અને અખંડતાના દર્શન કરાવ્યા હતા.

આ કાર્યક્રમમાં કડાણા તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી મંગુબેન માલીવાડ, જીલ્લા ઉપાધ્યક્ષ અંબાલાલ પટેલ, સી. આર.સી. શ્રીઓ, બી. આર.સી. શ્રીઓ, શાળાના આચાર્યશ્રીઓ, શિક્ષકશ્રીઓ સહિત મોટી સંખ્યામા સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર અરવિંદભાઈ ખાંટ
મહીસાગર, કડાણા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.