લાઈટ બિલ ભરવાનું કહેતાં પુત્રએ વૃધ્ધ પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપી
રાજકોટમાં કળિયુગી પુત્રએ તમામ હદ વટાવી લાઈટ બિલ ભરવાનું કહેતાં પુત્રએ વૃધ્ધ પિતાને જાનથી મારી નાંખવાની ધમકી આપતા ચકચાર મચી ગઇ હતી. લક્ષ્મીનગર સોસાયટીમાં રહેતાં વૃધ્ધે પુત્ર અભિષેક સામે ફરીયાદ નોંધાવતાં પોલીસે કાર્યવાહી કરી હતી.
બનાવ અંગે નાનામવા રોડ પર લક્ષ્મીનગર સોસાયટીમાં રહેતાં જગદીશભાઈ દેવાભાઈ ભોજાણી (ઉ.વ.62) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે તેમના પુત્ર અભિષેક ભોજાણીનું નામ આપી જણાવ્યું હતું કે, તેઓ હાલ નિવ્રુત જીવન ગાળે છે. તેઓને સંતાનમાં એક દીકરો અભીષેક છે. તેઓ હાલ મકાનમાં નિચે એકલા જ રહે છે અને પત્નિ જયાબેન ભોજાણી દીકરા અભીષેક સાથે મકાનના ઉપરના માળે રહે છે.
ગઈકાલે બપોરના દોઢેક વાગ્યાની આસપાસ તેઓ ઘરે હતાં ત્યારે ઘરનું લાઈટ બીલ રૂ. 8000 આવેલ જેથી તેઓએ દીકરા અભીષેકને કહેલ કે, આ લાઈટ બીલ તુ ભરી દે, જેથી તેણે કહેલ કે, હું આ લાઈટ બીલ નહી ભરૂ તમે ભરી દેજો તેવુ કહી બોલાચાલી કરવા લાગેલ હતો અને તેને ના પાડતા તેણે કહેલ કે, તું આ મકાન જીવતા મારા નામે કરી દે, નહીતર તને જાનથી મારી નાંખીસ તેવી ધમકી આપવા લાગેલ હતો. જેથી 100 નંબર મા ફોન કરેલ હતો. જેથી થોડીવારમા પોલીસની ગાડી આવી જતા પોલીસ સ્ટેશન લાવેલ હતો.
તેમનો દીકરો અભીષેક કાંઈ કામ ધંધો કરતો ના હોય અને તેઓ સીનીયર સીટીઝન હોવા છતા જમવાનું આપતો નથી અને અવાર નવાર બોલાચાલી કરતો હોવાથી તેઓના જીવને જોખમ છે. બનાવ અંગેની ફરીયાદ પરથી માલવીયાનગર પોલીસની ટીમે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે
