બોટાદના વિસ્તારોમાં ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ
બોટાદના વિસ્તારોમાં ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ
પોલીસ ની રહેમદીલી આખરે ફરી એકવાર લઠ્ઠાકાંડ નહી સર્જાઈ ને ?
બોટાદના અલગ અલગ વિસ્તારોમાં કેટલાક સમયથી બેફામ દેશીદારૂનુ ખુલ્લેઆમ વેચાણ થઇ રહ્યું છે.બુટલેગરો દારૂનુ વેચાણ કરી રહ્યાં છે.બોટાદના વિસ્તારોમાં બુટલેગરો ખુલ્લેઆમ દેશીદારૂનુ વેચાણ કરી રહ્યાં છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ વિસ્તારોની વાત કરવામાં આવે તો ગઢડા રોડ,નાગલપર દરવાજા,ગાયત્રીનગર,સાળંગપુર રોડ અંડર બ્રિજ વાસ વિસ્તાર તેમજ જ્યોતિગ્રામ સર્કલ નવનાળા રાજીવ નગર રેફડા રોડ જુના માર્ગે વિસ્તાર તથા ગ્રામ્ય વિસ્તારમા પણ દેશીદારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી છે. પરંતુ પોલીસ દ્વારા કોઇ કાર્યવાહી કરવામા આવી રહી નથી આ બુટલેગરો અન્ય ગામડાઓમાથી દેશીદારૂ લઇ આવીને ખુલ્લેઆમ વેચાણ કરવામા આવી રહ્યું છે.આ બુટલેગરો સવારથી સાંજ સુધી દારૂનો વેપલો કરી રહ્યાં છે. ખાસ કરીને મજુર વર્ગ બરબાદ થઈ રહ્યો છે. પરપ્રાંતિય મજુરો દેશીદારૂ લેવા માટે વેચાણ થતા વિસ્તારોમાં પહોંચી જાય છે અને અમુક લોકોતો ત્યાંજ દારૂ પીલે છે.જેને પગલે બુટલેગરોના ઘરે પણ જાણે ભીડ જોવા મળે છે. પોલીસ માત્ર નશાખોરોને ઝડપી લઇ કેસ કરે છે.રંતુ બેફામ દારૂનુ વેચાણ કરતા અને ભઠ્ઠીઓ ચલાવતા બુટલેગરો સામે કોઈ કાર્યવાહી કેમ નથી કરાતી ?... પોલીસ ની રહેમદીલી આખરે ફરી એકવાર લઠ્ઠાકાંડ નહી સર્જાઈ ને ?
રિપોર્ટ અસરફ જાંગડ
બોટાદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.