મહિલા સુરક્ષા મુદ્દે રાજ્ય ના મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ ને ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખે શૈક્ષણિક સંકુલમાં મહિલા ઉપર થતા અત્યાચાર બાબતે કડક કાર્યવાહી કરવા માંગે કરતો પત્ર પાઠવ્યો
રાજ્ય ના મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ ને ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખે શૈક્ષણિક સંકુલમાં મહિલા ઉપર થતા અત્યાચાર બાબતે કડક કાર્યવાહી કરવા ની માંગ કરતો પત્ર પાઠવ્યો
અમદાવાદ રાજ્ય ના મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ ને ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખે શૈક્ષણિક સંકુલમાં મહિલા ઉપર થતા અત્યાચાર બાબતે કડક કાર્યવાહી કરતો પત્ર પાઠવ્યો તાજેતરમાં રાજકોટ જિલ્લાનાં આટકોટ ખાતે પાટીદાર સમાજની શૈક્ષણિક સંસ્થામાં દિકરીઓ ઉપર તેમની મજબુરીનો લાભ ઉઠાવી રાજકીય પદાધિકારીઓ સામાન્ય અને ગ્રામ્ય ગરીબ દિકરીઓનું શોષણ કરે છે. આવા બનાવો અનેક સંકુલોમાં બનતા બિનસત્તાવાર રીતે જાણવા મળે છે. આવી દિકરીઓ પોતાનું ભવિષ્ય અને આબરૂં જવાનાં ડર થી પોતાના ચારીત્ર ઉપર લાગેલો ડાગ છુપાવવાનાં પ્રયાસ કરે છે. આવી રાક્ષસી પ્રવૃતિ માનસ ધરાવતા લોકો તેની મજબુરીનો સતત ગેરલાભ લેતા હોય છે. ના છુટકે કોઇ મજબુત માનસ ધરાવતી દિકરી પોતાની પોતાના કુટુંબની અને ભવિષ્યની ચિંતા કર્યા વગર ભાગ્યેજ બહાર આવતી હોય છે અને જે બહાર આવે છે તેને રાજકીય સંડોવણીના ભાગરૂપે કોઇના કોઇ રીતે પ્રકરણ દબાવવા માટેનો પ્રયાસ થાય છે. ભવિષ્યની આવી બાબતમાં 'બેટી બચાવ' માટે નારા લગાવતી સરકારમાં આ ખુબજ ચિંતાનો વિષય બનતો જાય છે ખાસ કરીને અમારે મહિલાઓ માટે પણ ખુબજ ગંભીર સમસ્યા બનતી જાય છે. ડ્રગ્સ, દારૂ, અસામાજીક પ્રવૃતિ અભ્યાસ કરતી દિકરીઓ તેમજ મહિલાઓની અસલામતી તે આપણી સંસ્કૃતિની વિરૂધ્ધનું કૃત્ય છે. સરકારની કેમ આંખ ઉઘડતી નથી તે બાબતે અમુક પ્રેસમિડીયામાં તેમજ સામાજીક બેઠકો મળે ત્યારે ચર્ચાનો વિષય બને છે પરંતુ પરિણામ શુન્ય છે. આ બાબતે ખુબજ ગંભીરતાપુર્વક વિચારવાનો સમય પાકી ગયો છે અને તાતી જરૂરીયાત પણ છે. તેથી જાહેરજીવન ના એક મહિલા આગેવાન તરીકે આપ આ મારા પત્ર ઉપર ગંભીરતા દાખવશો તેમ વિચારી આ પત્ર લખવા પ્રેરાઈ છું તેમજ આશા પણ રાખી રહી છું કે આ બાબતમાં ખુબજ ગંભીરતાપુર્વક કોઇપણ ચમરબંધી હોય તો પણ તેને ખુલ્લા પાડી તેમની ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવી જરૂરી બની છે. મુખ્યમંત્રી તરીકે આપ આગળ આવશો તેવી આશા રાખી રહી છું. તંત્રમાં ભ્રષ્ટ્રાચાર વ્યાપો છે પોલીસ અને બ્યુરોક્રેટ્સ ૭૦ % સાચી પ્રવૃતિ કરતા હશે અને નિયમ પ્રમાણે ચાલતા હશે પરંતુ અત્યારે છાશવારે ACB માં પકડાતા તંત્રના અધિકારીઓ જે રીતે મચમોટો પગાર મેળવીને ભ્રષ્ટ્ર આચરણ કરી રહ્યા છે તે બાબતે પણ ગંભીરતાપુર્વક વિચારવું જરૂરી બન્યું છે. પોલીસ વિભાગનાં અમુક IAS અધિકારીઓ ની સારી કામગીરી છે ભ્રષ્ટ્રાચાર કોણ કરે છે તે પણ તંત્ર જાણતું જ હશે પણ મૌન સેવી રહ્યું છે. આવા ભ્રષ્ટ્ર અધિકારીઓને સાઇડ પોસ્ટ ઉપર મુકવા અને નિષ્ઠા વાળા અધિકારીઓ કદાચ રાજકીય રીતે આપણું ન માનતા હોય તો પણ મજબુત મનોબળ ધરાવતી વર્ષોથી આપની પક્ષની સરકાર ચાલી રહી છે ત્યારે ઠોષ નિર્ણયો કરવા જરૂરી બન્યા છે. આટકોટ તો એકમાત્ર દાખલો છે પરંતુ એક મહિલા રાજકીય આગેવાન તરીકે મારી સમક્ષ ન બોલવાની શરતે ખાનગીમાં અનેક રજુઆતો આવતી રહે છે અને મારી પણ મજબુરી હોય છે ખાનગીમાં કરેલી રજુઆત ને તે મહિલાના ભવિષ્યને નુકશાન ન થાય તે રીતે તેમને મદદ કરવા માટેનો પ્રયાસો કરીએ છીએ પરંતુ નિરંથક જતા હોય છે. તેવા તમામ સંજોગોને ધ્યાને લઈ આટકોટ બનાવની ગંભીરતાપુર્વક તપાસ કરવા માટે તેમજ આવા બનાવો જે જગ્યાએ થોડા ઘણા પણ બહાર આવે ત્યાં ખાનગી રાહે ખુબજ ઊંડાણપુર્વક તપાસ કરી આવા તત્વોને કડકમાં કડક સજા કરવા માટે પત્રથી આપને રજુઆત કરી રહી છું આ બાબતે જરૂરી યોગ્ય આદેશો કરશો તેવી પત્રથી વિનંતી પણ કરી રહી છું.તેમ ગુજરાત પ્રદેશ ના જેનીબેન ઠુંમરે માંગ કરી હતી
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.