સારવારમાં આવેલ દર્દીને દાખલ ન કરતાં સિવિલ પરિસરમાં જ રાત વિતાવી, સવારે મોત નિપજ્યું
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં વધુ એક બેદરકારી સામે આવી છે. સારવારમાં આવેલ યુવકને સારવાર ન આપી તબીબે વોર્ડમાંથી બહાર કાઢી મુકતા યુવકે આખી રાત બહાર સિવિલ પરિસરમાં વિતાવી હતી. ત્યારે રાત્રે સુતા બાદ સવારે યુવક ન જાગતા તેના મિત્રએ જગાડવાનો પ્રયાસ કર્યો છતાં ન ઉઠતા તેને ઈમરજન્સીમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો.
બનાવની પ્રાપ્ત વિગત મુજબ ગોંડલના વાસાવડ ગામે રહેતો સતીષ બાબુભાઇ (ઉ.વ.૩૧) નામના યુવકની તબિયત લથડતાં તેને રાજકોટ સિવિલના વોર્ડ નં-૧૦માં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં દર્દીને દાખલ કરવાને બદલે વોર્ડમાંથી નીચે મોકલી દેવામાં આવ્યો હતો. અને ગંભીર હાલતમાં દર્દી અને તેના મિત્રએ ગુલઝાર અબ્દુલ શેખએ આખી રાત પાર્કિંગમાં વિતાવી હતી. વહેલી સવારે દર્દી યુવકને તેના મિત્રએ જગાડવાનો પ્રયાસ કર્યો છતા ન જાગતાં ફરજપરના સિક્યોરિટી ગાર્ડને કહેતા સિક્યોરિટીગાર્ડએ હેલ્પ ડેસ્ક અને ઇમરજન્સી પરના ડોક્ટરને જાણ કરી હતી. અને હેલ્પ ડેસ્કના સ્ટાફ તેમજ સિક્યોરિટી સહિતનાએ પાર્કિંગમાંથી સ્ટેચરમાં લઈ ઇમરજન્સી વોર્ડમાં લાવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો.
અને આ બાબતે ઈમરજન્સીના ફરજ પરના તબીબે મેડિકલ વોર્ડ-૧૦ના રેસિડેન્ટને બોલાવી દર્દીને દાખલ નથી કરતા આ રીતે ન ચાલે આ ડીસી થઇ ગયું છે તેમ પણ કહ્યું હતું. પરંતુ ફરજ પરના રેસિડેન્ટ સહિતનાએ હોબાળો ન થાય એ માટે મૃતદેહને આઈસીયુમાં લઈ જઈ વેન્ટીલેટર પર રાખી નાટક ઉભું કર્યું હતું. અને સાથે રહેલા તેના મિત્રને એવું કહ્યું હતું કે, આના સગાને બોલાવી લ્યો દર્દી સિરિયસ છે. આથી મૃતક યુવકના ભાઈને જાણ કરતા એ હોસ્પિટલ પહોંચી ગયા હતા મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો. દર્દીનો મિત્ર અને દર્દી નશાની હાલતમાં હોઈ એ માનવું રહ્યું પરંતુ સારવાર કરવીએ તબીબની ફરજ છે. ત્યારે દરેક વખતે બેદરકારી દાખવનાર તબીબો સામે દાખલરૂપ કાર્યવાહિ કરશે કે કેમ તે જોવું રહ્યુ.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.